પલક તિવારી બોલિવૂડ ફિલ્મ રોઝી: ધ સૈફરન ચેપ્ટરથી કરશે એન્ટ્રી

શ્વેતા તિવારીની પુત્રી પલકની બોલિવૂડમાં એન્ટ્રીની રાહ જોતા ફેન્સ માટે એક સાર સમાચાર આવ્યા છે. આખરે પલકે તેની પ્રથમ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મમાં તેનો પહેલો લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. પલક તિવારી ફિલ્મ રોઝી: ધ સૈફરન ચેપ્ટરથી એન્ટ્રી કરવાની છે. વિવેક ઓબેરોયે પલક તિવારે લોન્ચ કરતા લખ્યું હતું કે આ છે અમારી મિસ્ટ્રી ગર્લ, અમને પલક તિવારીને રોઝીના રોલમાં લોન્ચ કરીને ખુબ આનંદ થઈ રહૃાો છે. અમારી હોરર થ્રિલર ફ્રેંચાઈઝી ગુરૂગ્રામની સત્ય કહાનીઓ પર આધારીત છે. જેને વિશાલ મિશ્રા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મના પ્રોડ્યુસરમાં વિવેક ઓબેરોય પણ સામેલ છે. ફિલ્મનું નામ રોઝી છે અને પલકનું નામ પણ.

ફિલ્મના બે પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં પલક તિવારીનો સ્ટર્નિંગ અંદાજ જોવા મળી રહૃાો છે. પોસ્ટર દ્વારા લાગી રહૃાું છે કે પલક કોઈ કોલ સેન્ટરમાં કામ કરી રહી છે. પલક તિવારીના આ લૂકને લોકો ખુબ જ પસંદ કરી રહૃાા છે. સાથે જ પલકને તેની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રીને શુભકામના પણ પાઠવી રહૃાા છે.

પલક તિવારીએ આ પોસ્ટર્સને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા લખ્યુ છે કે હું મારી બોલિવૂડ એન્ટ્રીના સમાચાર શેર કરતા ખુબ જ એક્સાઈટ છું. જૂઓ મારૂ પહેલું પોસ્ટર. પલકે આ અવસર માટે વિવેક ઓબેરોય, પ્રેરણા અરોડા અને વિશાલ મિશ્રાનો આભાર વ્યક્ત કર્યો છે. પલકની બોલિવૂડ એન્ટ્રીની જાણકારી મળતા ચાહકો ખુબ જ એક્સાઈટ છે. પલક પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી છે. બોલીવૂડમાં આવતા પહેલા જ પલકનું મોટું ફેન ફોલોવિંગ છે.