પવન કૃપલાણીની ફિલ્મમાં અર્જુન કપૂર – સૈફ અલી ખાન ચમકશે

બોલિવૂડમાં નેપોટિઝમની ભારે ઉગ્ર ચર્ચા વચ્ચે ભૂત પોલીસની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનય કરવાના છે. આ બંને પહેલી વાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. નિર્દૃેશક પવન કૃપલાણીની આ ફિલ્મમાં ભૂતોને શોધી કાઢનારા ભૂત હન્ટર્સનો રોલ અર્જુન અને સૈફ કરવાના છે. આ વર્ષના અંતમાં શૂિંટગનો પ્રારંભ થઈ જશે.
આ ફિલ્મને રમેશ તોરાણી અને આકાંક્ષા પુરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. સૈફ અલી ખાન આ અગાઉ ઝોમ્બા હોરર કોમેડી ગો ગોવા ગોનમાં કામ કરી ચૂક્યો છે. જ્યારે અર્જુન માટે આ પ્રથમ હોરર ફિલ્મ હશે. અર્જુન સૈફ સાથે તો પહેલી વાર કામ કરી રહૃાો છે પરંતુ સૈફની પત્ની કરીના કપૂર ખાન સાથે તેણે આ અગાઉ આર. બાલ્કીની ફિલ્મ કી એન્ડ કા માં કામ કર્યું હતું. એ ફિલ્મમાં અર્જુન અને કરીના પતિ-પત્નીના રોલમાં હતા.
બોલિવૂડમાં હોરર કોમેડી નવી વાત નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફિલ્મ મેકર્સ આ તરફ વધારે ધ્યાન આપી રહૃાા છે. ૨૦૧૮માં આવેલી સ્ત્રીની સફળતા બાદ મેકર્સ આ પ્રકારની ફિલ્મો પ્રત્યે આકર્ષાયા છે. ૨૦૦૭માં પ્રિયદર્શીનીની ફિલ્મ ભૂલ ભૂલૈયા દ્વારા આ પ્રકારની ફિલ્મ ફરીથી આવવાની શરૂ થઈ હતી.