પવિત્રાએ એજાઝખાનને આપ્યો  દગો, કરી લીધા લગ્ન..? વિડીયોથી ઉઠી અટકળો

બિગ બોસ ૧૪ ના ઘરની બહાર નીકળી ગયેલી કંટેસ્ટેંટ પવિત્ર પુનિયા હાલ ચર્ચામાં છે. ઘરની બહાર આવ્યા પછી, પવિત્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ  દરમિયાન, પવિત્રા પુનિયાના એક વીડિયોથી ફેન્સના હોશ ઉડી ગયા છે. વીડિયોમાં પવિત્રા પુનિયા બ્રાઇડલ ગેટઅપમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહૃાો છે. લાલ રંગની ચોલીમાં જોયા બા દ, એજાઝ ખાનના ફેન્સ એક જ સવાલ પૂછે છે કે, ખરેખર તેણે લગ્ન કરી લીધા? ખરેખર, ‘બિગ બોસ ૧૪ માં રહેતા, પવિત્રા પુનિયાએ પોતાના દિલની વાત એજાઝ ખાનને રહી ચુકી છે.

આ શોમાં એજાઝ ખાન અને પવિત્રા પુનિયાની નિકટતા ખૂબ વધી ગઈ હતી. પવિત્ર પુનિયાના વીડિયો વિશે વાત કરી રહૃાા છીએ, જો તમે ધ્યાનથી જોશો તો તે ફોટોશૂટનો વીડિયો હોય તેવું જાણવા મળી રહૃાું છે. જણાવી  દઈએ કે થોડા દિવસો પહેલા જ પવિત્રા પુનિયાએ કહૃાું હતું કે તે ઈચ્છે છે કે હાલની સીઝનના વિજેતા અજાઝ ખાન બને. પવિત્રા પુનિયાએ કહૃાું કે, ‘હું ઇચ્છું છું કે એજાઝ ખાન આ શો જીતે કારણ કે તે શોમાં એન્ટ્રી થયા પછીથી તે પોતાને સાબિત કરી રહૃાો છે, તેથી હું તેમના માટે સર્વશ્રેષ્ઠની આશા રાખું છું.

આ શોમાં ફાઇનલિસ્ટ એજાઝ ખાન ઉપરાંત રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, રુબીના દિલાઇક, અભિનવ શુક્લા અને જાસ્મિન ભસીન પણ છે. આ ઉપરાંત આ મહિને શોમાં આવેલી રાખી સાવંત, કાશ્મીરા શાહ, વિકાસ ગુપ્તા, અર્શી ખાન, રાહુલ મહાજન અને મનુ પંજાબી પણ લોકો સ્પર્ધક તરીકે મનોરંજન કરી રહૃાા છે.