પવિત્ર રિશ્તા સે લઈને દિલ બેચારા સુધી એક છેલ્લી વાર

  • સુશાંતસિંહને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે કહૃાું

    આખરે એ દિવસ આવી જ ગયો જેનો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહૃાા હતા. સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને જોવા માટે દર્શકો બેતાબ હોય તે સ્વાભાવિક છે. સુશાંતસિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અને તેની સાથે પોતાની કરીયરની શરૂઆત કરનારી એકટ્રેસ અંકિતા લોખંડે સુશાંતની છેલ્લી ફિલ્મ જોઇ ભાવુક થઈ ઉઠી છે. સોશિયલ મીડિયા પર અંકિતાની એક પોસ્ટ શેર કરી છે. ફિલ્મ શરૂ થાય તે પહેલા ઇંસ્ટાગ્રામ પર એક મોશન પોસ્ટર શેર કર્યુ હતુ. કેપ્શનમાં લખ્યુ હતુ કે પવિત્ર રિશ્તા સે લઈને દિલ બેચારા સુધી એક છેલ્લી વાર, ફિલ્મ શુક્રવારે રાત્રે ૭:૩૦ કલાકે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરી દૃેવામાં આવી છે,
    દર્શકો ફિલ્મના સીન્સને શેર કરી રહૃાા છે અક્ટરને ખુબજ યાદ કરી રહૃાા છે. સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ઘરે ઘરે જાણીતી થયેલી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે ચમક્યા હતા. અંકિતાએ સુશાંતના એ સમયને યાદ કરીને ટ્વીટ કર્યુ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહૃાા હતા. અનુપમ ખેરે પણ આ ફિલ્મ જોવાની વાત કરી હતી અને કહૃાું હતું કે તે સુશાંતસિંહ રાજપૂતને મીસ કરી રહૃાા છે. તેના સિવાય સુશાંત સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સારા અલી ખાન પણ સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મમાં તેના પિતા સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.
    સારાએ ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીર શેર કરી છે. આ તસવીરોમાં સુશાંતસિંહ રાજપૂત અને સૈફ અલી ખાન નજર આવી રહૃાા છે. તસવીર સાથે કેપ્શનમાં સારાએ લખ્યુ છે કે ફક્ત જેન્ટલમેન જેણે વૈન ઘોષ, ટેલીસ્કોપ, તારામંડળ, ગિટાર, નોર્થન લાઇટ્સ, ક્રિકેટ, પિંક લોયડ, નુસરત સાબ અને એક્ટીંગ ટેકનીક્સને લઈને મારી સાથે વાત કરી હતી. તમારા બંનેમાં આ વાત કોમન હતી.