પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ મંદિરો ગુંજી ઉઠયાં

  • કૈલાશ કે નિવાસી નમુ બાર બાર મેં, આયો શરણ તુમ્હારે પ્રભુ, તાર તાર તું
  • અમરેલીમાં નાગનાથ સહિતના મંદિરોમાં ભાવિકો ઉમટયા : સોશ્યલ ડીસ્ટન્સનું પાલન

અમરેલી,
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતા અમરેલીમાં શિવ મંદિરો ગુંજી ઉઠયા હતા હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ભાવિકોએ આસ્થાભેર પુજા અર્ચના કરી હતી ખાસ કરીને ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા પણ સંચાલકો દ્વારા અનુરોધ કર્યો હતો .અમરેલી શહેરના નાગનાથ, ભીડ ભંજન, સુખનાથ, જીવન મુક્તેશ્ર્વર સહિતના તમામ મંદિરોમાં ભાવિકો વહેલી સવારથી જ શિવમય બની ગયા હતા અમરેલી ઉપરાંત જિલ્લાભરમાં શ્રાવણ મહિનાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.