પશુપાલન,ડેરીની યોજનાઓ માટે ડેશબોર્ડ શરૂ કરતા શ્રી રૂપાલા

અમરેલી,
કેન્દ્રીય મત્સ્યદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએઆજે નવી દિલ્હીમાં પશુપાલન અને ડેરી માટેના મંત્રીના ડેશબોર્ડનોઆરંભ કર્યો હતો. FAHD રાજ્ય મંત્રી ડો. સંજીવ કુમાર બાલ્યાન, FAHD તેમજ IB રાજ્ય મંત્રી ડો. એલ. મુરુગનઅનેખછલ્લઘના સચિવશ્રી અતુલ ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. સમાજને ડિજિટલ રીતે સશક્ત બનાવવા અને જ્ઞાન અર્થતંત્રને વધારવાના માધ્યમ તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ ડેશબોર્ડની આ શરૂઆત કરવામાં આવી છે. નવી ટેકનોલોજીની શરૂઆત, સંવર્ધન કાર્યક્રમો, રોગ નિયંત્રણ અને નાબૂદી કાર્યક્રમો, ડેરી અને માંસ પ્રસંસ્કરણ માટે માળખાકીય સુવિધાઓની સ્થાપના, માનવ સંસાધન વિકાસ વગેરે મારફતે ભારતમાં પશુધન ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસરૂપેપશુપાલન અને ડેરી વિભાગે તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનેક યોજનાઓની શરૂઆત કરી છે. યોજનાઓ નિયત સમયમર્યાદામાં કાર્ય કરે છે અને તેના અસરકારક અમલીકરણ માટે સમયાંતરે તેની સમીક્ષા કરવાની જરૂર પડે છે. આત્મનિર્ભર ભારતનુંનિર્માણ કરવાની ભાવના અને “ગુડ ગવર્નન્સ’ની સંસ્કૃતિ ઉભી કરવાની ભાવના સાથે અનુરૂપ, આ ડેશબોર્ડ વાસ્તવિક સમયમાંયોજનાની ડેટાની દેખરેખ અને રિપોર્ટિંગ કરવામાં તેમજ વિઝ્યુઅલ મેટ્રિક્સ દ્વારા યોજનાના મુખ્ય પ્રદર્શન સૂચકાંકો અને પરિમાણોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. આ ડેશબોર્ડમાં નીચે ઉલ્લેખિત યોજનાઓને સમાવી લેવામાં આવી છે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ, રાષ્ટ્રીય પશુધન મિશન, પશુપાલન માળખાકીય સુવિધા વિકાસભંડોળ, રાષ્ટ્રીય ડેરી વિકાસ ભંડોળ કાર્યક્રમ, રાષ્ટ્રીય ગોકુલ મિશન, ડેરી સહકારી અને ખેડૂત ઉત્પાદક સંગઠનોને સહાય, ડેરી પ્રસંસ્કરણ અને માળખાકીય સુવિધા વિકાસ ભંડોળ સમગ્ર ભારતમાંતેમજ રાજ્ય સ્તરે, યોજનાના પ્રત્યેક ઘટકોની સ્થિતિને ટ્રેક કરવાની ક્ષમતાથી સજ્જ, મંત્રીનું ડેશબોર્ડ યોજનાના માલિકોને નીતિગત હસ્તક્ષેપ કરવા અને સમયાંતરે પ્રાપ્ત કરવામાં આવેલા અને તેના પર રિફ્રેશ કરવામાં આવતા ગતિશીલ ડેટાના આધારે નિર્ણય લેવામાં સુધારો કરવા માટે સમર્થ બનાવે છે. આ ઉપરાંત, તે એક જ ડેશબોર્ડ પર વિવિધ યોજનાઓ, રાજ્યની કામગીરી, સિદ્ધિઓ અને અંતરાયો તેમજ અન્ય સંલગ્ન ડેટાની વિગતોના વિઝ્યુઅલ સ્નેપશોટ પૂરા પાડે છે. આ ડેશબોર્ડ વેબ બ્રાઉઝરની મદદથી ક્સેસ કરી શકાય છે ઉપયોગ કરીને તેનેવાસ્તવિક સમયમાં અપડેટ કરવામાં આવતા સ્રોતો સાથે લિંક કરવામાં આવ્યું છે.