અમરેલી,દેશમાં ડેરી પશુપાલન ક્ષેત્રના પ્રોત્સાહીત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભરપુર પ્રયાસો કરી રહયા છે પશુપાલન અને ડેરી વ્યવસાય માટે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ સંમેલન બોલાવ્યું હતુ રાજય મંત્રી શ્રી સંજયભાઇ ભાલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનને શ્રી ભાલીયા શ્રી રૂપાલાએ સંબોધન કર્યુ હતુ આ પ્રસંગે શ્રી ભાલીયાએ જણાવ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા આ ક્ષેત્રમાં ભરપુર સંભાવનાઓ છે તેમ જણાવી વિગતે વાતો કરી હતી એજ રીતે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી મોદીના પ્રયાસોથી પશુપાલન ડેરીનો પ્રોજેકટ મંજુર કર્યો છે ઉપરાંત મીલ્ક ડેરી પ્રોસેસીગ તથા પશુઓ માટે ચાળો બનાવવા સહિતનો સમાવેશ છે તે માટે કેન્દ્ર સરકાર 15 હજાર કરોડની રકમ ફાળવી છે તે પેૈકી 5 હજાર કરોડથી વધુ રકમની સબસીડી સહિતનું ચુકવણુ પણ થઇ ગયુ છે આ પ્રોજેકટ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા તેમજ દુધાળા પશુઓની નસલ માટે પણ પ્રયાસો કરી ગ્રામ અને પશુપાલકોને મજબુત બનાવી આત્મનિર્ભર બનાવવા તરફ પ્રયાણ કરાશે