પશ્ર્ચિમ રેલ્વેએ પેસેન્જરોને ૩૯૯ કરોડ રિફંડ પેટે ચૂકવ્યા

  • કોરોનાના કારણે રેલ્વેને ૧૭૯૭ કરોડનું નુકસાન

    કોરોનાના કારણે લૉકડાઉન બાદથી ૧૯ જુલાઈ સુધી ટ્રેનો રદ થતા રેલવેએ ૬૧.૨૭ લાખ પેસેન્જરોને ટિકિટના કેન્સેશન ચાર્જ પેટે અમદાવાદ ડિવિઝનમાં ૨૨.૨૩ કરોડ સહિત પશ્ર્ચિમ રેલવેમાં ૩૯૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે લૉકડાઉન જાહેર થયા બાદથી અમદાવાદ સહિત દૃેશભરમાં ટ્રેનોનું સંચાલન બંધ છે. જેના પગલે પેસેન્જરોએ રિઝર્વ કરાવેલી ટિકિટો કેન્સલ થતાં રેલવે પેસેન્જરોને ૧૦૦ ટકા રિફન્ડ ચૂકવી રહી છે. પશ્ર્ચિમ રેલવેએ અત્યાર સુધી ટિકિટના રિફન્ડ પેટે પેસેન્જરોને ૩૯૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાઈરસને કારણે પશ્ર્ચિમ રેલવેને આવક પેટે થયેલા ૧૭૯૭ કરોડના નુકસાનમાંથી સબઅર્બન સેક્શનમાં ૨૬૩ કરોડનું તેમજ
    નોનસબઅર્બન સેક્શનમાં ૧૫૨૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લૉકડાઉન બાદૃથી ૧૯ જુલાઈ સુધી ટ્રેનો રદ થતા રેલવેએ ૬૧.૨૭ લાખ પેસેન્જરોને ટિકિટના કેન્સેશન ચાર્જ પેટે અમદાવાદ ડિવિઝનમાં ૨૨.૨૩ કરોડ સહિત પશ્ર્ચિમ રેલવેમાં ૩૯૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. લૉકડાઉન બાદ ટ્રેનોનું સંચાલન બંધ કરી દૃેવાયું હતું. આ સમય દરમિયાન ૧ મેથી અમદાવાદ સહિત દૃેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે. ત્યારબાદ ૧૨ મેથી ૩૦ રાજધાની સ્પેશિયલ ટ્રેનો અને ૧ જૂનથી ૨૦૦ મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વ્યસ્ત રૂટ પર વધુ ટ્રેનો શરૂ કરવાની કવાયત હાથ ધરી છે.
    લૉકડાઉન બાદ ૧ જૂનથી શરૂ થયેલી ટ્રેનોમાં લોકો એડવાન્સ બુિંકગ કરાવી રહૃાા છે. જેમાં શરૂઆતમાં રિઝર્વેશન કરાવનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ હવે ટ્રેનમાં પેસેન્જરોની સંખ્યા ધીમેધીમે વધી રહી છે. અમદાવાદ સ્ટેશન પર હાલમાં દરરોજ સરેરાશ ૬૦૦થી ૭૦૦ પેસેન્જરો રિઝર્વેશન કરાવે છે. જ્યારે અમદાવાદ ડિવિઝનના ૪૫ સ્ટેશન પર આવેલા કુલ ૫૯ કાઉન્ટર પરથી રોજના સરેરાશ ૨૬૦૦થી ૨૭૦૦ પેસેન્જરો રિઝર્વેશન ટિકિટ બુક કરાવે છે.