પહેલાની સરકારોની નીતિઓને કારણે નાનો ખેડૂત બર્બાદ થયો: મોદી

  • વડાપ્રધાને ૯ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

 

 

નવા કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર એક મહિના જેટલા સમયગાળાથી ખેડુતોનું પ્રદર્શન ચાલી રહૃાું છે અને આ વચ્ચે વડાપ્રધાન મોદીએ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગળનો હપ્તો જાહેર કર્યો. દેશના ૯ કરોડથી વધારે ખેડુત લાભાર્થીઓના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર થયાં. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ૬ રાજ્યોના ખેડુતો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત પણ કરી.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહૃાું કે, ખેડુતોના જીવનમાં ખુશી, આપણાં સૌના જીવનમાં ખુશી વધારી દે છે. આજનો દિવસ તો ખુબ પાવન છે. ખેડુતોને આજે જે સમ્માન નિધિ મળી છે તે સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. એક ખેડુત સાથે સંવાદ કરતા તેમણે કહૃાું કે, કેટલાંક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે તમારો પાકનો કોઈ કોન્ટ્રેક્ટ કરશે તો જમીન પણ ચાલી જશે. આટલું ખોટું બોલી રહૃાાં છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહૃાું કે, મને આજે એ વાતનો અફસોસ છે કે પશ્ર્ચિમ બંગાળના ૭૦ લાખથી વધારે ખેડુતોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના ૨૩ લાખથી વધારે ખેડુતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચુક્યાં છે પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

કેટલાક લોકો ચર્ચામાં આવવા માટે ઇવેન્ટ કરી રહૃાા છે ને બંગાળની સ્થિતિ પર ચૂપ છે. તેઓ દિલ્હીમાં અર્થનીતિ રોકવામાં લાગેલા છે. જેઓએ દિલ્હીમાં ઘેરી દીધું છે. તેમને કેરળ નથી દેખાતું. કેરળમાં પણ APMC,માર્કેટ નથી, ત્યાં તેઓ આંદોલન નથી કરતા. તથ્ય વગર જ રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહૃાા છે.

વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહૃાું કે, સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખુબ બારિકાઈથી જોઈ રહી છે. જે દળ પશ્ર્ચિમ બંગાળમાં ખેડુતોના અહિત પર કંઈ નથી બોલતા તે દળ અહીંના ખેડુતોના નામ પર દિલ્હીના નાગરિકોને હેરાન કરવામાં લાગ્યા છે. દેશની અર્થનીતિને બર્બાદ કરવામાં કેટલાંક લાગ્યા છે. જે લોકો ૩૦-૩૦ વર્ષ સુધી બંગાળમાં રાજનીતિ કરતા હતા, એક એવી રાજકિય વિચારધારાને લઈને તેમણે બંગાળને ક્યાંથી ક્યાં લાવીને મુકી દીધું તે આખો દેશ જાણે છે.

વધુમાં તેમણે કહૃાું કે, હું એ દળોને પુછવા માંગું છું કે અહીં ફોટા પડાવવાના કાર્યક્રમ કરો છું તો થોડું કેરળમાં આંદોલન કરીને ત્યાં તો APMC શરૂ કરાવો. પંજાબના ખેડુતોને ગુમરાહ કરવા માટે તમારી પાસે સમય છે, કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શા માટે તમે લોકો બેવડી નીતિ લઈને ચાલો છો.

પીએમ મોદીએ કહૃાું કે દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહૃાા છે તેમાં ખોટું શું છે?  જો ખેડૂતોને પોતાનો પાક વેચવાનો વિકલ્પ ઓનલાઈન માધ્યમથી આખું વર્ષ અને ગમે ત્યાં વેચવાનો મળી રહે તો તેમાં શું ખોટું છે? છેલ્લા કેટલાક મહિનામાં લગભગ ૨.૫ કરોડ નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ  કાર્ડથી જોડવામાં આવ્યા છે. અમે માછલી પાલકો, પશુપાલકોને પણ હવે ક્રેડિટ કાર્ડ આપી રહૃાા છીએ.

PM મોદીએ કહૃાું કે, ખેડુતોના નામ પર પોતાના ઝંડા લઈને રમત રમી રહૃાાં છે. હવે તેમને સત્ય સાંભળવું પડશે. આ લોકો સમાચાર પત્રો અને મીડિયામાં જગ્યા બનાવીને, રાજકિય મેદાનમાં પોતાને જીવતા રાખવાની જડી-બુટ્ટી શોધી રહૃાાં છે. આ એ લોકો જ છે જે વર્ષો સુધી સત્તામાં રહૃાાં. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડુતનો એટલો વિકાસ થઈ શક્યો નહી જેટલું તેમનામાં સામર્થ્ય છે. પહેલાની સરકારની નીતિઓના કારણે સૌથી વધારે બર્બાદ નાનો ખેડુત થયો.

ઉલ્લેખનિય છે કે, PM કિસાન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા મોકલવામાં આવે છે. ૨ હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ આજે વડાપ્રધાન મોદીએ ૯ કરોડ ખેડુતોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યાં.