અમરેલી,
છેલ્લા બે વર્ષથી બાટલીમાં પુરાયેલું વેરા વધારાનું ભુત હવે બહાર નીકળી અમરેલીને રડાવે તેવી સ્થિતી ઉભી થનાર હોવાનું જાણવા મળેલ છે કારણકે આગામી પહેલી તારીખથી અમરેલીમાં નગરપાલિકાનો આકરો વેરો લાગુ થશે.
અગાઉનાં બોર્ડ સમયે વેરાવધારા માટે અમરેલીના નગરજનો માટે પ્રતિભાવો મંગાવાયેલ જેમાં કોઇ સબળ વિરોધ ન થતા અમરેલીમાં કમ્મરતોડ વેરાઓ લાગુ કરાયા હતા પરંતુ તે સમયે નવા આવેલા નગરપાલિકાના વર્તમાન બોર્ડે કોરોના અને લોકડાઉન જેવા કારણો આગળ ધરી સરકાર પાસે આ વેરા વધારાની અમલવારી બે વર્ષ માટે અટકાવી દીધી હતી પરંતુ હવે કોરોના છે પણ લોકડાઉન નથી જેના કારણે આગામી પહેલી માર્ચથી અમરેલી શહેરમાં મકાનો, દુકાનો અને મિલ્કતો ઉપર નગરપાલિકાના નવા વેરા લાગુ થશે.જેનો એક નમુનો જોઇએ તો અમરેલીમાં દુકાન ટ્રાન્સફર ફી નાં 35 હજાર થતા હતા જેના હવે 3 લાખ થશે પાણીનો વેરો બમણો કરાયો છે સફાઇનો વેરો ચાર ગણો કરાયો છે એ જ રીતે રોશનીમાં પણ વેરો વધારાયો છે જેના કારણે જેમને નગરપાલિકાનું વેરાનું બીલ દોઢ હજાર આવતુ હોય તે સીધ્ાુ બમણા કરતા વધારે થઇને આવશે.