પહેલો ઘા રાણાનો કરતુ ભાજપ : કોંગ્રેસને અનેક આગેવાનોના રામ રામ

  • વિરોધ પક્ષનાં નેતાનાં જિલ્લામાં કોંગ્રેસનાં કાંગરા ખર્યા
  • તાલુકા પંચાયતનાં પુર્વ પ્રમુખ સહિત સહકારી આગેવાનો અને ખેડુત આગેવાન પ્રેમજીભાઇ સેંજળીયા સહિત ભાજપમાં જોડાયા : ધારી, બગસરા, ખાંભા વિધાનસભા બેઠકમાં ભાજપનાં ચુંટણી કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસ કાર્યકર વિહોણી બની ગઇ

અમરેલી,
ધારી, બગસરા, ખાંભા વિધાનસભા પેટા ચુંટણીનાં ઉમેદવારી ફોર્મ અને કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે ભાજપમાં શુકનવંતી શરૂઆત થઇ છે. સામે કોંગ:્વરેસ પક્ષ કે જે વિરોધ પક્ષનાં નેતાનો હોમ વિસ્તાર છે તે કોંગ્રેસ પક્ષમાંથી તાલુકા પંચાયત પુર્વપ્રમુખ અને જિલ્લાનાં સહકારી અગ્રણી પ્રેમજીભાઇ સેંજળીયા સહિત સંખ્યા બંધ કાર્યકરો આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા હતાં. ધારી ખાતે કેંન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા અને દિલીપભાઇ સંઘાણીનાં હસ્તે જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી ધરમેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, હિરાભાઇ સોલંકી અને ઉમેદવાર જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ લીધો હતો. આજે ધારી ખાતે ભાજપનાં ઉમેદવાર જે.વી.કાકડીયાનાં ચુંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કેન્દ્રનાં કૃષિ રાજ્ય મંત્રી પરશોતમભાઇ રૂપાલાનાં હસ્તે શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ગાજીપરાની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે મનસુખભાઇ ભુવા, બાલુભાઇ તંતી, કેશોદનાં પુર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, કમલેશભાઇ કાનાણી, રવુભાઇ ખુમાણ, કૌશિકભાઇ વેકરીયા, દિપકભાઇ માલાણી, કાંતીભાઇ સતાષીયા, રશ્ર્વિનભાઇ ડોડીયા, રમેશભાઇ સોજીત્રા, જીતુભાઇ જોષી, વિપુલભાઇ સેલડીયા, એ.વી.રિબડીયા, રમેશભાઇ સતાષીયા, શ્રીમતી કોકીલાબેન કાકડીયા અને આગેવાનો હાજર રહ્યાં હતાં.
ચુંટણી કાર્યાલયનાં ઉદ્દઘાટન બાદ વેકરીયાપરા, પટેલ વાડી ખાતે મળેલ બેઠકમાં શ્રઈ પરશોતમભાઇ રૂપાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી મનસુખભાઇ ભુવા, વંદનાબેન મકવાણા, ઉમેદવાર જે.વી.કાકડીયા સહિતે પ્રવચનો કર્યા હતાં. આભારવિધી અતુલ કાનાણીએ કરી હતી.