પાંચ વર્ષના બાળકને ફાડી નાંખરના સિંહણ આખરે પાંજરે પુરાણી

  • ઉનામાં બે ખેડૂત પર સિંહનો હુમલો

વિસાવદરના બીલખા નજીક આવેલા વિરપુર (શેખવા) ગામની સીમમાં એક પાંચ વર્ષના બાળક પર એક સિંહણે પિતાની નજર સામે હુમલો કરી દીધો હતો. સિંહણ બાળકને ઢસડીને દૂર લઈ ગઈ હતી. આ દરમિયાન બાળકના પિતા સહિતના લોકોએ હાંડલા પડકારા કરતા સિંહણ ભાગી ગઈ હતી. શરૂઆતમાં હુમલો કરનાર સિંહણ છે કે દીપડો તેની માહિતી મળી ન હતી. બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. બનાવ બાદ વન વિભાગ તરફથી પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગના પાંજરામાં એક સિંહણ કેદ થઈ ગઈ છે. વન વિભાગનો દાવો છે કે આ સિંહણ બાળક પર હુમલો કરનાર જ છે. બીજી તરફ ઉનામાં બે ખેડૂત પર સિંહે હુમલો કર્યો છે.
વિરપુર શેખવા ગામનો મામલો તાજો જ છે ત્યારે ગીર-સોમનાથના ઉનાના મહોબતપરા ખાતે બે ખેડૂત પર સિંહે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બંને ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહૃાા હતા ત્યારે જ સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહે અચાનક હુમલો કરી દેતા ખેડૂતોને ભાગવાનો મોકો મળ્યો ન હતો. ખેડૂતો પર હુમલો થયાનું જાણીને આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા, જે બાદમાં સિંહ ભાગી ગયો હતો. બંને ખેડૂતને ઉનાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બનાવ બાદ વન વિભાગે ગામની આસપાસ પાંજરા ગોઠવ્યા હતા. મંગળવારે રાત્રે આ પાંજરામાં સિંહ કેદ થઈ ગઈ હતી. જે બાદમાં સિંહણને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે.