પાકના કરાંચી સ્ટોક એક્સચેન્જ ઉપર હુમલો: ૧૧ લોકોનાં મોત

એકે-૪૭ જેવી રાયફલો સાથે થયેલા ત્રાસવાદૃી હુમલામાં ૪ સુરક્ષા કર્મી, ૧ પોલીસ જવાન, રાહદૃારીનું પણ મોત

કરાંચી,પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાંચીમાં સ્ટોક એક્સચેન્જની ઈમારત પર સોમવારે ત્રાસવાદૃીઓએ અચાનક હુમલો કર્યો હતો. તેની જાણ થતાં જ પોલીસ કમાન્ડોએ ઈમારતને ઘેરી લઈને ચારેય સશસ્ત્ર ત્રાસવાદૃીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં ચાર સુરક્ષાકર્મીઓ, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને એક રાહદૃારી વ્યક્તિનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે હુમલામાં ત્રણ પોલીસ કર્મીઓ સહિત કુલ ૭ વ્યક્તિ ઘાયલ થઈ હતી. ગ્રેનેડ અને એકે-૪૭ જેવી રાઈફલોની સાથે ત્રાટકેલા ૪ આતંકીઓએ કારમાં ધસી આવીને હુમલો કરી દૃીદ્યો હતો. તેમજ પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. સિન્ધ રેન્જર્સના જણાવ્યા મુજબ હુમલાની જાણ થતાં જ પોલીસ અને રેન્જર્સના કમાન્ડો સ્થળ પર પહોંચી ગયા હતા, તેમજ બિલ્ડીંગની ઘેરાબંધી કરીને ચારેય આતંકીને મોતને ઘાટ ઉતારી દૃીદ્યા હતા. આતંકીઓએ ઈમારત પરિસરના મુખ્ય દૃરવાજાથી પ્રવેશ કરતાની સાથે રાઈફલોમાંથી ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે હેન્ડગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કર્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દૃોડધામ મચી ગઈ હતી. કરાંચી પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં એકે-૪૭, હેન્ડગ્રેનેડ, મેગેઝીન અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી હતી. બોમ્બ વિરોધ દૃળની ટીમ દ્વારા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તેમજ બિલ્ડીંગ પાસે બહાર પડેલી શંકાસ્પદૃ કારની પણ તપાસ કરવામાં આવી હતી. જેનો ઉપયોગ આતંકીઓએ કર્યો હોવાની આશંકા છે. કરાંચી પોલીસના વડાએ એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચારેય હુમલાખોરોને પોલીસના કમાન્ડોએ ઠાર કર્યા હતા. ચારેય એક સિલ્વર રંગની કોરોલા કારમાં ધસી આવીને સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે