પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ નવરાત્રિમાં હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિંગળાજ માતા મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિમાં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે. આપને જણાવી દઇએ કે દુર્ગા ભવાનીના આખા દેશમાં કુલ ૫૧ શક્તિપીઠ છે. ૫૧માંથી ૪૨ ભારતમાં છે બાકી ૧ તિબ્બત, ૧ શ્રીલંકા, ૨ નેપાળ, ૪ બાંગ્લાદેશ અને એક પાકિસ્તાનમાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંધમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ સિંધના બદીન જીલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે સવારે રામપીર મંદિરમાં તોડફોડ કરી કરવામાં આવી હતી.
૫૧માંથી એક શક્તિપીઠ બલૂચિસ્તાન પ્રાંતમાં છે. જ્યાં દર્શન માત્રથી જ તમામ પાપોનો અંત થઇ જાય છે. આ મંદિર સુરમ્ય પહાડીઓની તળેટીમાં છે એક પ્રાકૃતિક ગુફામાં બનાવેલું છે. તિહસમાં ઉલ્લેખ છે કે સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત ગુફા મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂની છે. અહીં માણસની બનાવી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.