પાકિસ્તાનમાં જાણીતા ધર્મગુરૂ મૌલાના આદિલ ખાનની ગોળી મારી હત્યા

પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે જાણીતા ધર્મગુરૂ મૌલાના આદિલ ખાનની ગોળી મારીને હત્યા કરી દૃેવાઈ છે. આ ઘટનામાં આદિલના ડ્રાઈવરનું પણ મોત થયું છે. વડાપ્રધાન ઈમરાન ખાને આદિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પણ તેના થોડા સમય પછી જારી કરેલા એક નિવેદનમાં તેમણે ભારત પર આરોપ મૂક્યો છે. ઈમરાને કહૃાું હતું, ‘મૌલાનાની હત્યા દ્વારા ભારત અમારા દૃેશમાં શિયા અને સુન્નીઓ વચ્ચે હિંસા ભડકાવવા માગે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મૌલાના આદિલ ખાનને પાકિસ્તાનના સૌથી મોટા ધર્મગુરૂઓમાંના એક માનવામાં આવતા હતા. શનિવારે મૌલાના કરાચીના શાહ ફૈઝલ માર્કેટમાંથી પસાર થઈ રહૃાા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહૃાો હતો. આ દરમિયાન બાઈક પર બે લોકો આવ્યા અને તેમણે મૌલાનાની કાર પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. કારમાં મૌલાનાના સહયોગી ઉમૈર ખાન પણ હતા. તેઓ કોઈ રીતે બચી ગયા છે. આ વિસ્તારના સીસીટીવી દ્વારા કડીઓ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૌલાના દરરોજ આ જ રસ્તે ઘરે જતા હતા. હુમલાખોરોને એ વાતની જાણકારી હતી. આ ઘટનાની તપાસ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે.