પાકિસ્તાનમાં બહુ ઝડપથી નિર્ણયો આવતા જોવા મળશે

  • તા. ૯.૪.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮  ચૈત્ર સુદ આઠમ, પુનર્વસુ  નક્ષત્ર,અતિ.  યોગ, વિષ્ટિ  કરણ આજે  રાત્રે ૯.૫૦ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) .

 

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) :  આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ)            : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત)  તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ શનિવારને દુર્ગાષ્ટમી છે. આઠમું નોરતું છે. આઠમા નોરતે માં મહાગૌરીની પૂજા થાય છે. મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રિના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. આવતીકાલે રવિવારે માં સિદ્ધિદાત્રીનું પૂજન અર્ચન થશે અને રામનવમી હોવાથી ભગવાન રામની આરાધના પણ કરવામાં આવશે. મંગળ મહારાજ કુંભ રાશિ માં પ્રવેશી ચુક્યા છે જેથી શનિ અને મંગળની યુતિ પૂર્ણ થાય છે જેની અસર આમ તો સમગ્ર વિશ્વમાં જોવા મળશે પણ રશિયા યુક્રેન યુદ્ધ પર ખાસ તેની અસર જોવા મળશે તો પાકિસ્તાનમાં પણ બહુ ઝડપથી હવે નિર્ણયો આવતા જોવા મળશે જે મંગળ શનિ યુતિ દરમિયાન ખેંચાતા હતા. મંગળ મહારાજ ગુરુ અને શુક્ર સાથે કુંભમાં જોડાવાથી ઘણા નવા સમીકરણ બનતા જોવા મળશે વળી મંગળ અને ગુરુ નવા સંશોધનો લાવશે તથા ઘણા રિસર્ચ આ સમયમાં બહાર આવતા જોવા મળશે. મંગળ એ ઉર્જા છે અને ગુરુ અભ્યાસ છે ગુરુ જ્ઞાન છે માટે સમાજમાં ઘણી ઉર્જા જ્ઞાન માટે ખર્ચાતી જોવા મળશે જેથી સારા પરિણામો સામે આવતા જોવા મળશે.