પાકિસ્તાનમાં મહિલા પત્રકારની ગોળી મારી હત્યા

પાકિસ્તાનમાં એક મહિલા પત્રકારની ગોળી મારીને હત્યા કરી દૃેવાઈ છે. શાહીના શાહીન સરકારી ટીવી ચેનલ પાકિસ્તાન ટીવીમાં એક્ધર અને રિપોર્ટર હતી. થોડાક દિવસો પહેલા તેની બલૂચિસ્તાનના તુરબતમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. શાહીન પહેલા ગત વર્ષ મે મહિનામાં ઉરુજ ઈકબાલ નામની મહિલા પત્રકારની પણ ગોળી મારીને હત્યા કરી દૃેવાઈ હતી.
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ૧૯૯૨થી માંડી અત્યાર સુધી ૨૮ વર્ષમાં પાકિસ્તાનમાં ૬૧ પત્રકારોની હત્યા કરવામાં આવી છે. આ સપ્તાહે વડાપ્રધાન ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનમાં પત્રકારોને સુરક્ષિત ગણાવ્યા હતા.
શાહીન પહેલા ઈસ્લામાબાદમાં એક ખાનગી ટીવી ચેનલ માટે કામ કરતી હતી. ત્યારપછી તેની પસંદૃગી સરકારી ટીવી ચેનલમાં થઈ ગઈ. ઈસ્લામાબાદમાં થોડાક મહિના રહૃાા પછી શાહીનની ટ્રાન્સફર બલૂચિસ્તાનના તુરબતમાં થઈ ગઈ છે. તે એક લોકલ મેગેઝિનની એડિટર પણ હતી.