પાકિસ્તાનમાં ૭૦ વર્ષની વૃદ્ધાએ ૩૭ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા

પ્રેમ માટે માણસ કોઈ પણ હદૃે જઈ શકે છે. આ વાતને સાચી ઠારતા પાકિસ્તાનના એક કપલની એવી કહાની સામે આવી છે જાણીને દગ રહી જશો. જ્યાં ૩૭ વર્ષના ઈતિખારે બાળપણનો પ્રેમ મેળવવા માટે ૭૦ વર્ષની વૃદ્ધા કિશ્ર્વર બીબી સાથે લગ્ન કર્યા. બંને એકબીજાને લાંબા સમયથી પસંદ કરતા હતા. પરંતુ ઉંમરના કારણે ઘરવાળા માનતા નહતા. ત્યારબાદ ઈતિખારે લગ્ન કર્યા અને તેના ૬ બાળકો થયા. હવે આખરે બંનેએ પોતાની ઈચ્છા પૂરી કરતા એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહૃાો છે. બંનેના લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. ઈતિખાર ખુબ નાનો હતો ત્યારે જ તેને કિશ્ર્વર બીબી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે તેણે કિશ્ર્વર બીબી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમની માતા માની નહીં. બીજી બાજુ કિશ્ર્વરે પણ જીવનભર કોઈની પણ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. કિશ્ર્વરને એ વાતનો અંદૃાજો નહતો કે ૭૦ વર્ષની ઉંમરે તેને જવાનો પ્રેમ મળશે અને લગ્ન થશે. કિશ્ર્વર ૭૦ વર્ષના છે પરંતુ લગ્ન બાદ પણ તેમની ચાહત કોઈ યંગ કપલથી જરાય ઉતરતી નથી. કિશ્ર્વરને એક રિપોર્ટરે હનીમૂન ડેસ્ટીનેશન વિશે પૂછ્યું તો તેણે નીડર થઈને કરાચી અને મારીનું નામ આપ્યું હતું. કિશ્ર્વરના નવા દૃુલ્હા ઈતિખારે જણાવ્યું કે તેઓ પરિવારના કારણે મળી શક્યા નહીં. પરંતુ લગ્ન બાદ પણ ઈતિખારે કિશ્ર્વરને મળવાનું બંધ કર્યું નહતું. બંને છાશવારે પાર્ક કે અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા અને સમય પસાર કરતા હતા.