પાકિસ્તાને શાહીન-૩ મિસાઇલનું અસફળ પરીક્ષણ કર્યું હોવાનો દાવો

અમેરિકામાં જ્યારે જો બાઇડેન ૪૬મા રાષ્ટ્રપતિ પદના શપથ લઇ રહૃાા હતા તેના થોડાંક કલાક પહેલાં પાકિસ્તાનએ બેલેસ્ટિક મિસાઇલ શાહીન-૩ના સફળ પરીક્ષણની જાહેરાત કરી. પાકિસ્તાની સેનાએ બુધવારના રોજ કહૃાું કે શાહીન-૩ તકનીક અને વેપન સિસ્ટમના મામલામાં આધુનિક છે. વડાપ્રધાન ઇમરાન ખાનએ તેને લઇ પોતાના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવી દીધા. પરંતુ મિસાઇલનું પરીક્ષણ બુધવારના રોજ વિવાદૃોમાં ઘેરાયું. તેનું પરીક્ષણ બલુચિસ્તાનના ડેરા ગાજી ખાનથી કરાયું હતું. બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટી એ કહૃાું કે શાહીન-૩ ડેરા બુગ્તી એ રહેણાંક વિસ્તારમાં જઇને પડ્યું અને કેટલાંય લોકોના ઘર તબાહ થઇ ગયા અને કેટલાંય ઘાયલ પણ થયા છે.

બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટી એ ટ્વીટ કરી કહૃાું કે પાકિસ્તાન આર્મીએ બુધવારના રોજ શાહીન-૩ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ ડેરા બુગાતી માં રહેણાંક વિસ્તારમાં આવીને પડી. તેમણે કહૃાું કેટલાંય લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની સેના એ બલુચિસ્તાનને પ્રયોગશાળા બનાવીને મૂકી દીધું છે. આ મિસાઇલ સામાન્ય લોકોની હાજરીમાં છોડવામાં આવી હતી.

બુગ્તીએ બીજી ટ્વીટમાં #MissileAttackInDeraBug ની સાથે લખ્યું છે કે બલુચિસ્તાન અમારી માતૃભૂમિ છે. આ કોઇ પ્રયોગશાળા નથી. અમે બધા દેશોને અપીલ કરીએ છીએ કે પાકિસ્તાની સેનાના આ મિસાઇલ પરીક્ષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવો.

પાકિસ્તાન સેનાએ કહૃાું હતું કે શાહીન-૩ની મારકક્ષમતા ૨૭૫૦ કિલોમીટર છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનની મિસાઇલ મધ્ય-પૂર્વના કેટલાંક હિસ્સાઓ સહિત ભારતમાં પોતાના ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. સેનાએ કહૃાું કે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવીઝન અને ટોપ કમાન્ડર પણ મિસાઇલના સફળ પરીક્ષણના સાક્ષી બન્યા. જો કે સેનાએ તેને લઇ વધુ માહિતી શેર કરી નહોતી. પાકિસ્તાનના અધિકારીઓએ એક્સપ્રેસ ટ્રિબ્યુનને કહૃાું કે આત્મરક્ષાની નીતિ અંતર્ગત આ પરીક્ષણ કરાયું છે અને તેનું મુખ્ય કેન્દ્ર ભારત છે.