પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન બાદ પત્ની પણ કોરોના પોઝિટિવ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ચીનની રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે તેમની પત્ની બેગમ બુશરા બીબી પણ પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય બાબતો પર પાકિસ્તાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર ફૈઝલ સુલ્તાને જાણકારી આપતા કહૃાું હતું કે, ઈમરાન ખાન પોતે આઈસોલેત થઈ ગયા છે.

ઈમરાન ખાને બે દિવસ પહેલા જ ગુરૂવારે ચીનની કોરોના વાયરસની વેક્સીન લીધી હતી. આ વેક્સીન લીધા બાદ જ ઈમરાન ખાન કોરોના સંક્રમિત થતા ફરી એકવાર ચીનની રસીની વિશ્ર્વસનીયતા પર ગંભીર સવાલ ઉભા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનના જલદી સાજા થવાની કામના કરી છે.

પ્રધાનમંત્રી ખાન કોરોનાથી સંક્રમિત થયા બાદ તેઓ હોમ આઇસોલેશનમાં છે. પ્રધાનમંત્રી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્ટાફ અને તેમને મળનાર લોકોના પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહૃાાં છે. જાણકારી પ્રમાણે ઇમરાનમાં કોરોનાના ગંભીર લક્ષણ નથી. જેમાં ઈમરાન ખાનની પત્ની બેગમ બુશરા બીબીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ જણાઈ આવ્યા હતાં. જોકે ઈમરાન ખાન અને તેમના પત્ની એમ બંનેની તબિયત સુધારાપર છે.