પાક બોલર હારિસ રઉફનો ૪ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ઘરે મોલકાયો

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ કોરોના વાયરસના સંક્રમણમાં બરાબર રીતે ફસાયો છે. આ ઝડપી બોલર ચોથી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ખેલાડીના પાંચ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી ચારમાં તે પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક રિપોર્ટમાં નેગેટિવ આવ્યો હતો. મળતી માહિતી મુજબ રઉફનો છેલ્લો કોરોના ટેસ્ટ લાહોરમાં કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હારિસ રઉફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તરત તેને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો. હારિસ રઉફને લાહોરથી ઈસ્લામાબાદ સ્પેશલ કારથી મોકલવામાં આવ્યો. ૨૬ વર્ષીય આ ઝડપી બોલર પીસીબીના મેડિકલ પેનલની સાથે સંપર્કમાં રહેશે. ૧૦ દિવસ પછી હારિસ રઉફનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લાહોર કલંદર્સનો આ ફાસ્ટ બોલર સતત ત્રણ વાર કોરોના ટેસ્ટમાં ફેલ થયા હતા. જેના પછી તેને ટીમની સાથે ઈંગ્લેન્ડ ટુર પર ન મોલકવામાં આવ્યો.
હારિસ રઉફ કોરોનાથી સ્વસ્થ નહીં થાય તો તેનું ઈગ્લેન્ડ પ્રવાસમાં ટી-૨૦ સીરીઝ રમવું મુશ્કેલ છે. પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડમાં ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ અને ત્રણ મેચની ટેસ્ટ સીરીઝનું આયોજન કર્યું છે. પહેલી ટેસ્ટ ક્યારે રમવામાં આવશે જેની જાહેરાત ૫ ઓગષ્ટે કરવામાં આવશે. જ્યારે ટી-૨૦ સીરીઝ ૨૮ ઓગષ્ટથી શરૂ થશે. હારિસ રઉફ ઈંગ્લેન્ડના પ્રવાસમાં નહીં સામેલ થાય તો આ પાકિસ્તાની ટીમ માટે મોટો ઝટકો હશે. હારિસ રઉફ ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલીંગ કરે છે. છેલ્લા વર્ષે બિગ બૈશ લીગમાં રઉફે પોતાની ઝડપથી હાહાકાર મચાવ્યો હતો. રઉફે બિગ બૈશમાં મેલબર્ન સ્ટાર્સ તરફથી રમતા ૧૦ મેચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. રઉફનો ઈકોનોમી રેટ પણ ૭.૦૬ રહૃાો હતો.
જેના પછી તેને પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી. હારિસ રઉફે અત્યાર સુધીમાં ૨ ટી-૨૦ મેચ રમી છે. જેમાં તેણે ૨ વિકેટ ઝડપી છે. પાકિસ્તાની ટીમ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. ટીમને ફાસ્ટ અને અનુભવી બોલર મોહમ્મદ આમીર સપ્તાહના અંતમાં ઈંગ્લેન્ડ જઈ શકે છે. આમિરની પત્ની પ્રેગ્નન્ટ હોવાથી પ્રવાસમાંથી પોતાનું નામ હટાવી લીધું હતું. હવે તેની પત્નીએ એક છોકરીને જન્મ આપ્યો છે. જેના પછી આમિર ઈઁગ્લેન્ડમાં ટી-૨૦ સીરીઝ રમવા માટે તૈયાર છે.