પાક વિમાના આંકડા જાહેર કરો અથવા ચાર વર્ષનો ખેડુતોનાં હક્કનો પાક વિમો ચુકવો : પરેશ ધાનાણી

  • વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને પત્ર પાઠવ્યો

અમરેલી,
પાક વિમાના આંકડા જાહેર કરવા અથવા ચાર વર્ષનો ખેડુતોનો હક્કનો પાક વિમો ચુકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે અને જણાવ્યુ છે કે પ્રધાનમંત્રી બિમા ફસલ યોજના ખેડુતો માટે લુંટનારી યોજના પુરવાર થઇ રહી છે ખેડુતો 2 ટકા કે 5 ટકા વિમા પ્રીમીયમ ભરી સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે 50 ટકા જેટલુ માતબર વિમા પ્રીમીયમ પાક વિમા કંપનીઓને ચુકવે છે જે જનતાની તીજોરીના નાણા સરકારની માનીતી કંપનીઓને આપવાનું કાયદેસરનું ષડયંત્ર છે. જો ખેડુતોને પાક વિમો ન મળે કે એનો હિસાબ ન મળે કે પાક વિમાના આંકડાઓ ન મળે એ સ્પષ્ટ સાબિત કરે છે કે કેન્દ્ર રાજ્ય સરકાર અને પાક વિમા કંપનીઓ સાથે મળી જનતાના નાણા લુંટવાનું એક મોટુ ષડયંત્ર છે.
જો સરકાર પાક વિમાના ભ્રષ્ટાચારમાં ભાગીદાર ન હોય તો અમારી માંગણી છે કે વર્ષ 2016-17 થી 2019-20 સુધી 4 વર્ષમાં દરેક ૠતુના દરેક પાકમાં ક્યા કેટલો કેવી રીતે ભ્રષ્ટાચાર થયો એની બાબતો તપાસવા શ્રી ધાનાણીએ માંગ કરી હોવાનું અખબારી યાદીમાં જણાવ્યુ છે.