પાટણ શહેરનાં ત્રણ દરવાજા મદારસા વિસ્તારમાં આવેલી ‘રોનક જ્વેલર્સ’ માંથી ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા એક અજાણ્યા શખ્સે રૂ ૧.૦૨ લાખની કિંમતનાં સોનાની ચેન અને વિટીંની ચોરી કરી હોવાની ઘટના બની હતી. જે કેસની તપાસ કરી રહેલી પાટણ ‘એ ડિવીઝન પોલીસનાં પી.આઇ તથા સ્ટાફે શહેરમાં મૂકેલા ‘નેત્રમ કમાન્ડનાં સીસીટીવી કેમરાઓને ફંફોસ્યા હતા. તે આધારે મોહસીન કાદર અબ્દૃુલા સિંધી (ઉ.વ. ૩૩. રે. મૂળ વડલી, તા. પાટણ, હાલ રે. મહેસાણા, આલીશાન સોસાયટી, કસ્બા, શોભાસણ રોડ, મહેસાણાવાળા)ને પકડી પાડ્યો હતો. પાટણની જ્વેલર્સમાંથી રૂા.૧.૦૨ લાખનાં દાગીનાની ચોરી કરનાર આરોપી મોહસીન સિંધીને પાટણની પોલીસે સાંજે પાટણની ચીફ કોર્ટમાં રજૂ કર્યો હતો અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તારીખ છઠ્ઠી સુધીનાં રિમાન્ડ ઉપર પોલીસ કસ્ટડીમાં સુપ્રત કર્યો હતો. છઠ્ઠી તારીખે ફરીયાદી દૃુકાનદારની આરોપીની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવાશે. આરોપી મોહસીન ૧૮ ઓગસ્ટના રોજ કુવૈત-કતારથી ભારત પાછો ફર્યો હતો. તેને દૃેવું થઇ ગયુ હોવાથી તે આવી કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં હતો અને તેણે શહેરમાં કોઇ સલામત જગ્યા શોધવાનો પ્રયાસ કર્યો હતો. આથી શહેરની ભીડભાડવાળી દૃુકાનનાં બદલે શહેરનાં ત્રણ દરવાજા મદારસા વિસ્તારની ઓછી ભીડભાડવાળી જગ્યા પસંદ કરી હતી અને તે મહેસાણા-પાટણ આવીને સાંજે તે ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થઇને આ જ્વેલર્સને નિશાને લીધી હતી અને રાત્રે તેણે પોતાનો ઇરાદૃો પાર પાડ્યો હતો.