પાટણના ઓઢવામાં સાસરિયાનાં ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનાં ઓઢવા ગામે એક મહિલાએ તેના સાસરી પક્ષના કથિત ત્રાસથી લાગી આવતાં ઝેરી દવા પી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક મહિલાનાં પિતાએ પતિ અને સસરા સામે દીકરીને મરવા માટે દૃુપ્રેરણ કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ નોધાવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ મૃતક દીકરીનાં પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને સરસ્વતીનાં ઓઢવા ગામે રહેતા પતિ શૈલેષ અને સસરા દલપત અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતાં હોવાથી દીકરીને લાગી આવતાં તા.૫ મીનાં રોજ ઝેરી દવા પીતાં તેનું મોત થયું હતું .પોલીસે આઇ.પી.સી ૩૦૬/ ૪૯૮(ક) મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.