પાટીદાર વર્ચસ્વ ધરાવતા બગસરા તાલુકામાં સૌથી વધુ 47.62 ટકા મતદાન

  • વિવિધ સમાજ ધરાવતા ખાંભામાં 39.70 ટકા જેવુ કંગાળ મતદાન : શ્રી જે.વી.કાકડીયાના હોમટાઉન ચલાલામાં 50 ટકા જેવુ મતદાન : શ્રી સુરેશ કોટડીયાના વતન કુંબડામાં 52 ટકા મતદાન

અમરેલી,
ધારી, બગસરા, વિધાનસભાની પેટાચુંટણીમાં સૌથી ઓછુ મતદાન નાની ધારીમાં માત્ર 23.50 ટકા જેવુ નોંધાયુ છે અને સૌથી વધુ 76 ટકા મતદાન ધારીના ભરડમાં નોંધાયુ છે જ્યારે પાટીદાર વર્ચસ્વ ધરાવતા બગસરા તાલુકામાં સૌથી વધુ 47.62 ટકા મતદાન થયુ છે બીજા નંબરે ધારી તાલુકો 46.70 ટકા મતદાન સાથે રહયો છે અહીં જીતશે ધારી એ સુત્ર વહેતુ કરાયું હતુ જ્યારે વિવિધ સમાજ ધરાવતા ખાંભામાં 39.70 ટકા જેવુ કંગાળ મતદાન થયુ છે ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાના હોમટાઉન ચલાલામાં 50 ટકા જેવુ મતદાન થયુ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાના વતન કુંબડામાં 52 ટકા મતદાન નોંધાયુ છે. તેમ સતાવાર જાણવા મળ્યું છે. એકંદરે મતદાનને નબળો પ્રતિસાદ સાંપળ્યો હતો.