પાન કાર્ડમાં કોઈ પ્રકારની ક્ષતિ રહી ગઈ છે તો ઘરે બ્ોઠાં સુધારો

પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાનકાર્ડએ જરૂરી દસ્તાવેજ છે. પાન કાર્ડ ભારતીય કર વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન કાર્ડમાં યુનિક ૧૦ અંકના આલ્ફાન્યૂમેરિક નંબરો હોય છે. પાન કાર્ડનો ઉપયોગ ટેક્સ સંબંધિત કામ માટે જ નહીં પરંતુ ઓળખ કાર્ડ તરીકે પણ થાય છે. કેટલીકવાર એવી કેટલીક ભૂલો હોય છે જેને સુધારવામાં ન આવે તો પરેશાની થઈ શકે છે.આજકાલ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો પાન કાર્ડમાં કોઈ ભૂલ છે તો તેને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે નહીં. કારણ કે પાન અને આધારમાં નામ અને જન્મ તારીખ એક જ હોવી જોઈએ. આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. જો તમારા પાન કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો, તો તમારે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને પાનની ભૂલો સુધારી શકો છો. પાન કાર્ડમાં ઘણીવાર જન્મતારીખ કે નામમાં ભૂલો હોય છે. તમે આ ભૂલો જાતે સુધારી શકો છો. પાન કાર્ડ પર છપાયેલી જન્મ તારીખ અથવા નામમાં ભૂલ સુધારવા માટે તમારે પહેલા આવકવેરા વિભાગના ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html  પર જવું પડશે. અહીં અરજીના પ્રકાર પર જાઓ અને ઝ્રરટ્ઠહખ્તીજ Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card પર ક્લિક કરો. અહીં તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવી છે તે ભરો અને સાચો કેપ્ચા કોડ દૃાખલ કરીને સબમિટ કરો. તે પછી તમારે આધાર, પાસપોર્ટ અથવા અન્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. પછી તમને પેમેન્ટ કરવા માટે કહેવામાં આવશે. પેમેન્ટ કર્યા પછી તમને બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર મળશે. આ માહિતી સાચવો અને પછી ચાલુ Continue પર ક્લિક કરો. પછી તમારે એક ફોર્મ ભરવું પડશે જેમાં તમારે પાન કાર્ડની ભૂલ વિશે જણાવવાનું છે જેને તમે સુધારવા માંગો છો. ફક્ત તે વિગતો ભરો અને બધી જરૂરી માહિતી સબમિટ કરો. થોડા દિવસોમાં તમને તમારું પાન કાર્ડ સુધારણા સાથે મળી જશે. પાન કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી માટે તમે NSDL હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૧૯૬૧ અને ૦૨૦-૨૭૨૧૮૦૮૦ પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે આવકવેરા વિભાગના ઈ-મેલ આઈડી efilingwebmanager@incomªax.gov.in y™u tininfo@nsdl.co.in પર પણ લખી શકો છો.