પાર્ટીમાં ડાન્સ કરતા સમયે લોર તૂટ્યો, અનેક વિદ્યાર્થીઓસિંકહોલમાં સમાઈ ગયા

ક્યારેક સોશિયલ મીડિયા પર આપણને એવો નજારો જોવા મળે છે જેને જોયા પછી યૂઝર્સના હોશ ઉડી જાય છે, આંખો ફાટી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહૃાો છે. જેમાં ડાન્સ લોર પર યુવાઓ સહિત અનેક લોકો ડાન્સ સાથે મસ્તી કરતા જોઈ શકાય છે. તેના પછી જે થાય છે તે જોઈને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાવા લાગે છે. સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કોલેજના સ્ટુડન્ટ પાર્ટી દરમિયાન ડાન્સ કરે છે. આ દરમિયાન તે જોશ-જોશમાં ઘણી ઝડપથી ડાન્સ લોર પર ઉછળીને-ઉછળીને ડાન્સ કરવા લાગે છે. જેના કારણે લોર તેમનું વજન સહન કરી શકતું નથી. અને ધડામ કરતો ડાન્સ લોર તૂટી જાય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે જમીનમાં ધસી જાય છે. જેને જોઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોને ર્ર્ષ્ઠર્ઙ્મષ્ઠા નામથી એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં પાર્ટી દરમિયાન ડાન્સ કરી રહેલા બે ડઝનથી વધારે વિદ્યાર્થી અચાનક જમીન ધસવાના કારણે િંસકહોલમાં પડી જાય છે. જેના કારણે તેમને સામાન્ય ઈજા પણ થાય છે. વીડિયો સોશિયલ મીડિયામાં પર યૂઝર્સનું ધ્યાન ઝડપથી ખેંચી રહૃાો છે. જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહૃાો છે. સમાચાર લખાઈ ત્યાં સુધી ૨.૩ મિલિયન કરતાં વધારે વ્યૂઝ અને ૩૧ હજારથી વધારે લાઈક્સ મળી ગઈ છે. વીડિયોને જોયા પછી યૂઝર્સ પોતાના રિએક્શન આપતા જોવા મળે છે. એક યૂઝરે વીડિયોને જોયા પછી તમામ વિદ્યાર્થીના સુરક્ષિત હોવાની કામના કરી. જ્યારે એક યૂઝરે લખ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા લોકો સુરક્ષિત હોય.