તા. ૧૫.૭.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ બીજ, શ્રવણ નક્ષત્ર, પ્રીતિ યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આષાઢ માસના વદ પખવાડિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ઘણા મિત્રો શ્રાવણ માસના સંકલ્પ અત્યારથી જ લેતા હોય છે અને એ મુજબ અનુષ્ઠાન શરુ કરતા હોય છે. આ સમયમાં વિવિધ દ્રવ્યોથી બનેલા શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સમયમાં વિવિધ દ્રવ્યોથી બનાવેલા પાર્થિવ શિવલિંગની પૂજાથી ખુબ સારા પરિણામ મળતા જોવા મળે છે. સોના, ચાંદી, પિત્તળ અથવા સ્ફટિક કે પારદ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે જ પરંતુ આ સમયમાં પાર્થિવ લિંગની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની પૂજાની તમામ પદ્ધતિઓમાં પૃથ્વીની પૂજાનું ખૂબ મહત્વ છે. પૌરાણિક ગ્રંથોમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી કરોડો યજ્ઞોનું પરિણામ જણાવવામાં આવ્યું છે. પાર્થિવ એટલે કે માટી તથા અન્ય દ્રવ્યોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધકની ઈચ્છાપૂર્તિ થાય છે અને કલ્યાણ થાય છે. પવિત્ર નદીની માટી અને પવિત્ર નદીના જળથી બનાવેલા પાર્થિવ શિવલિંગની પૂજા અનેરું પરિણામ આપે છે. જો તમે ચોક્કસ ગ્રહ માટે આ પૂજા કરવા માંગતા હોય તો તે ગ્રહને લગતા દ્રવ્ય પણ પાર્થિવ શિવલિંગ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય જેમકે ગંગાજળ અને માટી સાથે ચણાની દાળ કે ચણાના લોટ અને ગાયનું ઘી ઉપયોગમાં લેવાથી ગુરુ ગ્રહનું નિવારણ થાય છે એ જ રીતે સાથે અડદનો લોટ ઉપયોગમાં લેવાથી શનિનું નિવારણ થાય છે તો ચંદ્ર માટે ચોખાનો લોટ, ભાત લેવાથી જયારે ઘઉંના લોટથી સૂર્ય એ રીતે વિવિધ ગ્રહો માટે વિવિધ દ્રવ્ય લઇ શકાય અને તમામ રીતે સુખ શાંતિ સમૃદ્ધિ માટે પંચામૃત, કેસર, ચંદન, અષ્ટગંધ જેવા દ્રવ્ય ઉપયોગમાં લઇ શકાય છે.