પાલનપુરમાં ત્રીજા માળેથી એક યુવક નીચે પટકાતા મોત નીપજ્યું

પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષના ત્રીજા માળે રેલીંગ પર પાટણના બે મિત્રો બેઠા હતા. બંને મિત્રો પોતાની વાતોમાં મશગુલ હતા, ત્યારે અચાનક એક મિત્રનો પગ લપસી તે નીચે પટકાયો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બચાવવા જતા બીજા મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પાલનપુર શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈ વધું તપાસ હાથ ધરી છે.પાલનપુરમાંથી એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં એક કોમ્પલેક્ષના ત્રીજા માળે દિવાલ પર બેઠેલા બે મિત્રોમાંથી એકનો પગ લપસી જતા નીચે પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેને બચાવવા તેના મિત્રએ તમામ પ્રયત્નો કર્યા હતા, જોકે, તે નિષ્ફળ રહૃાો હતો. જેને પણ ઇજાઓ પહોંચતા સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.