પાલનપુર ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ઓનલાઈન સટ્ટો રમતાં ૩ કરી અટકાયત

પાલનપુરમાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દૃુકાન બહાર ત્રણ શખ્સો મોબાઈલ પર પૈસાની હાર-જીત માટે ઓનલાઈન ક્રિકેટ અને કસીનોની વિવિધ ગેમોનો સટ્ટો રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસની ટીમે આ ત્રણેય ઈસમોની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દૃુકાન આગળ ત્રણ ઈસમ મોબાઈલ પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રહૃાા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસની ટીમે ઓચિંતી રેઇડ કરીને મોબાઈલ પર આઇડી બનાવી ક્રિકેટ મેચ તેમજ કસીનોની વિવિધ ગેમો પર પૈસાની હાર-જીત પર સટ્ટો રમતાં કલ્પેશ ગોવિંદભાઇ ચૌહાણ રહે.તિનબત્તી હાલ રહે.ગોવિંદા નગર લાલવાડા રોડ પાલનપુર, મયુર ઉર્ફે ભોલો પ્રવીણ મોદી રહે.ગોવિંદા નગર લાલવાડા રોડ પાલનપુર અને ભાયચંદ મોતીભાઈ પ્રજાપતિને સટ્ટો રમતા ઝડપી પાડ્યાં હતા. જે બાદ તેમની પાસેથી રૂ.૬ હજારની કિંમતના બે મોબાઈલ અને રૂ. ૧૦૦ રોકડ રકમ મળી કુલ ૬ હજાર ૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઈસમને સામે પૂર્વે પોલીસે ઝડપી પાડી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.