પાલીતાણામાં ગંદકીને કારણે રોગચાળાની દહેશત

દામનગર,

જૈન નગરી પાલીતાણાના સત્તાધીશોને આ તસવીરો અર્પણ ગંદા અને કચરા સાથેનું પાણીથી નગરજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત.તીર્થોમાં સ્થાન પામેલ અને જૈન નગરી ગણાતા પાલીતાણા શહેરના મુખ્ય ગણાતા મોટો અને ગારીયાધાર તરફનાં પુલ નીચેથી પસાર થતુ ગંદા પાણીની દુર્ગંધથી રહીશો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠે છે.અહીંના સત્તાધીશોએ આ ગંભીર સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જોઈએ.સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો નાગરિકોનાં આરોગ્યલક્ષી કામો થાય તે અત્યંત આવશ્યક છે.