પિતાએ પોતાની સાત વર્ષીય પુત્રીને જ હવસનો શિકાર બનાવી, નોંધાઈ ફરિયાદ

સુરતમાં માનવતાને શર્મસાર કરતી ફરી એકવાર ઘટના સામે આવી છે. વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતાં પિતાએ પોતાની સાત વર્ષીય પુત્રીને જ હવસનો શિકાર બનાવી હતી. ત્રણ દિવસ પહેલા પુત્રી સાથે કુકર્મ કરનાર પિતા વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સાત વર્ષીય પુત્રીએ પિતાની હરકત વિશે માતાને જાણ કરતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદૃેશનું મુસ્લિમ દંપતિ સાત વર્ષીય પુત્રી સાથે વરાછા અંકુર ચાર રસ્તા વિસ્તારમાં રહે છે.
આજે બાળકીની માતા અને નાના-નાની બાળકીને લઈને વરાછા પોલીસે મથકે પહોંચ્યા હતા. બાળકી સાથે તેના જ પિતાએ દૃુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ પહેલા પુત્રીએ પોતાની હવસનો શિકાર બનાવ્યા હોવાની માતાને ખબર પડી જતાં તેણે વતન માતા-પિતાને જાણ કરી હતી. જેઓ બુધવારે સુરત આવી પહોંચ્યા હતા. સુરત આવ્યા બાદ માતાએ વરાછા પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી.
દરમિયાન વરાછા પોલીસ ત્વરિત હરકતમાં આવી હતી. હવસખોર પિતા વિરુદ્ધ ગુનો નોંધવાની સાથે તેની ધરપકડ પણ કરી હોવાની વિગતો વચ્ચે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવસખોર પિતાનો કોવિડ સહિતનો ટેસ્ટ કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે.