પિતા બનવાનો હોવાના કારણે શાકિબ અલ હસન ન્યૂઝીલેન્ડ પ્રવાસે નહિ જાય

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(બીસીબી)એ ટીમના જાણીતા ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પેટરનિટી લીવની અપીલને મંજૂર કરી છે. તેમને ટીમના આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આપવામાં આવ્યો છે. બીસીબીના ક્રિકેટ સંચાલન ચેરમેન અકરમ ખાને ગુરુવારે કહૃાું કે અમે શાકિબને ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન રજા આપી છે. આ પહેલા શાકિબે પેટરનિટી લીવ માટે અરજી કરી હતી અને બોર્ડને આગ્રહ કર્યો હતો કે તેમને આગામી મહિને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઉપલબ્ધ ખેલાડીઓના લિસ્ટમાં ન રાખવામાં આવે. આ માટેનું કારણ એ છે કે તેઓ પોતાના બાળકના જન્મના સમયે પોતાની પત્નીની સાથે રહેવા માંગે છે.

કોરોના મહામારી સંબધિત પડકારોને કારણે બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર પછી હવે બાંગ્લાદેશની ટીમ ૨૪ ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. બંને ટીમોની વચ્ચે અહીં ૨૦, ૨૩ અને ૨૬ માર્ચે ડુનેડિન, ક્રાઈસ્ટચર્ચ અને વેિંલગ્ટનમાં ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચ રમાશે. તે પછી ટીમ ૨૮, ૩૦ માર્ચ અને ૧ એપ્રિલે હેમિલ્ટન, નેપિયર અને ઓકેલેન્ડમાં ત્રણ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાશે.