પિપાવાવમાં યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

અમરેલી, રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામે રહેતી યુવતીને તે જ ગામના જયસુખ કેશુભાઇ ગુજરીયા સાથે એક વર્ષથી પ્રેમ સબંધ હોય.જે યુવતીએ છએક મહીનાથી પ્રેમ સબંધ છોડી દિધેલ હોય.તા.11-9-ના વહેલી સવારના યુવતી હાજતે જતી હોય ત્યારે જયસુખએ તેમનો પીછો કરીને બળજબરી પુર્વક શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી જો કોઇને કહીશ તો પીતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી તેમજ સગાઇ નહી થવા દેવા ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.