પિપાવાવ પોર્ટ સુધીની પ્રથમ નિકાસ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ

  • વિવિધ દેશો માટે નિકાસ કન્ટેઇનર્સ સાથે જોધપુર માંથી ટ્રેન નીકળીને એક દિવસમાં પિપાવાવ પોર્ટ પર પહોંચી

પિપાવાવ,
રાજસ્થાન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (RAJSICO)એ વિવિધ દેશોમાં નિકાસ માટે જોધપુરથી એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ સુધીની પ્રથમ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ કર્યો હતો. આ ટ્રેનને લીલી ઝંડી RAJSICOના ડિવિઝન કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. રાજેશ શર્માએ 7 ફેબ્રુઆરી, 2021ના રોજ આપી હતી. આ જોધપુર (આઇસીડી બાસની) અને એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ વચ્ચેની પ્રથમ સીધી ટ્રેન છે.ઇનલેન્ડ કન્ટેઇર ડેપોટ (ICD’s)માંથી ટર્મિનલ સુધીનું આ સીધું જોડાણ પ્રદેશમાંથી દુનિયાના વિવિધ દેશોમાં હસ્તકળા અને ગુઆર ગમ જેવી ચીજવસ્તુઓની નિકાસ વધારવામાં મદદરૂપ થશે, જેના પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઝડપી ટર્નએરાઉન્ડની ક્ષમતા અને સક્ષમતા વધશે.એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, આ ટ્રેન મારફતે નિકાસ માટે કાર્ગોની સલામત અને ઝડપી અવરજવરમાં મહત્ત્વપૂર્ણ પગલું છે. નિકાસ ટ્રેનની સેવા અમારી ક્ષમતામાં વધારો કરશે અને અમારા ક્લાયન્ટને સર્વિસની શ્રેષ્ઠ ડિલિવરી આપશે. અમે RAJSICOના અને તમામ પક્ષોના સાથસહકાર બદલ આભારી છીએ તથા અમને તેમની સાથે આયાત અને નિકાસમાં વધારો કરવા પર ગર્વ છે.