પીએનબી કૌભાંડ: બ્રિટન કોર્ટે નિરવ મોદી ની કસ્ટડી ૨૭ ઑગસ્ટ સુધી લંબાવી

ભારતમાં સૌથી મોટું બેક્ધ કૌભાંડ આચરનાર અને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થયેલા નીરવ મોદીની બ્રિટનની અદૃાલતે કસ્ટી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં પંજાબ નેશનલ બેક્ધ સાથે ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમનું સૌથી મોટું લોન કૌભાંડ આચરી વિદૃેશ ભાગી ગયેલો આરોપ અને દૃાગીનાનો વેપારી નીરવ મોદી હાલ યુકેની જેલમાં છે અને તેની વિરુદ્ધ ભારત દ્વારા પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. આજે નિયમિત રૂપે થતી સુનાવણી ઓનલાઇન થઇ હતી. જેમાં યુકેની કોર્ટે નીરવ મોદૃીની કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે અને હવે સપ્ટેમ્બરમાં સુનાવણી થશે.
ગયા વર્ષે માર્ચ મહિનામાં યુકેમાં ધરપકડ કરાયા બાદ દક્ષિણ- પશ્ર્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં રખાયેલા આ ૪૯ વર્ષના દૃાગીનાના વેપાર નીરવ મોદૃી આજે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ વેનેસા બેરાઇટર સમક્ષ વીડિયોિંલક દ્વારા સુનાવણી માટે હાજર થયા હતો.
ન્યાયાધીશે કહૃાુ કે, આ કેસની આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બરથી પાંચ દિૃવસ માટે સુનાવણી પહેલાં કેસ મેનેજમેન્ટની સુનાવણી હશે. નીરવ મોદી ફરીથી વિડીયોિંલક દ્વારા ઉપસ્થિત થશો. તમારા વકીલો કોર્ટમાં હાજર થઈ શકે છે,” ન્યાયાધીશ બેરેટેસે જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ લોકડાઉન પછી યુકેની અદૃાલતોમાં કામગીરીના ભાગરૂપે રિમોટ સેિંટગથી સુનાવણી ચાલી રહી છે.