પીએમ મોદીએ મને કહૃાું હતું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કોરોનાની તપાસને લઈ તેમની પ્રશંસા કરી છે. તેમણે કહૃાું હતું કે મોદીએ મને ફોન કરી કહૃાું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. વિશ્ર્વમાં કોરોનાના સૌથી વધારે દર્દી અમેરિકામાં છે. નવાદામાં શનિવારે રાત્રે એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ અગાઉ ટ્રમ્પ અનેક વખત કાશ્મીરમુદ્દે મધ્યસ્થતાનો દાવો કરતા રહૃાા છે. ટ્રમ્પે વધુમાં કહૃાું હતું કે અમે મોટા મોટા દૃેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કર્યા છે.
અમે અમારા દૃેશમાં ભારતની તુલનામાં વધારે ટેસ્ટ કર્યા છે, જ્યારે ભારતની વસતિ આશરે દોઢ અબજ છે. અમેરિકામાં અત્યારસુધીમાં ૪૪ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. મોદીએ કહૃાું હતું કે ટેસ્ટિંગને લઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ અંગે મેં તેમને કહૃાું કે આ વાત તમે અહીંના બેઈમાન લોકોને સમજાવો.
ટ્રમ્પે પોતાના ડેમોક્રેટિક હરીફ જો બાઈડેન પર નિશાન સાધતાં કહૃાું કે જ્યારે ચાઇનીઝ વાઈરસ આવ્યો ત્યારે જો બાઈડેન દૃેશના ઇન્ચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોનાં મૃત્યુ થયાં હોત. રાજકીય અહેવાલ પ્રમાણે નવાદૃા એક એવી જગ્યા પૈકીની એક છે, જેની પર ટ્રમ્પ તેમના ચૂંટણી કેમ્પેન સમયે વધારે ધ્યાન આપી રહૃાા છે. અમેરિકાના અર્થતંત્રનું સંચાલન કરવાની તેમની નીતિઓ પ્રત્યે લોકોમાં ઉત્સાહને ફરીથી વધારવા તથા હિસ્પૈનિક વોટર્સ સાથે તેના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે.