પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહૃાું- તમારા પર દેશને ગર્વ છે

ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ માટેની ભારત અને જર્મનીની મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી અને બન્ને ટીમે વિજય મેળવા માટે તમામ પ્રયાસો કર્યા. હાફ ટાઇમ પૂરો થયો ત્યાં સુધી બન્ને ટીમો ૩-૩ ગોલ સાથે સમાન સ્કૉર પર હતી. જો કે ત્યાર બાદ સિમરનજીત સિંહના બે ગોલની મદદથી ભારતે જોરદાર વાપસી કરી ઓલિમ્પિકના બાકી મુકાબલામાં જર્મનીને ૫-૪થી પરાજય આપ્યો. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ટીમની આ સફળતા પર પીએમ મોદીએ ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડ સાથે વાત કરી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
ફોન પર કેપ્ટન મનપ્રીત સિંહને પીએમ મોદી કહી રહૃાા છે, મનપ્રીત ખુબ ખુબ શુભેચ્છા. તમે અને ટીમે જે કર્યુ છે, તેનાથી દેશ નાચી રહૃાો છે. આખી ટીમે મહેનત કરી છે. મારા તરફથી ટીમને શુભકામનાઓ આપજો. તેમણે કહૃાુ- આજે દેશ તમારા બધા પર ગર્વ કરી રહૃાો છે. ત્યારબાદ પીએમ મોદીએ ટીમના કોચ ગ્રાહમ રીડ સાથે વાત કરી હતી.
ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ: પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહૃાુ- ઐતિહાસિક! એક એવો દિૃવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.
આખરે ૧૯૮૦ બાદ ભારતના કરોડો હોકી ચાહકો માટે મહત્વના સમાચાર મળ્યા છે. ભારતીય ટીમે ૧૯૮૦ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયર જતો રહૃાો… પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે ૪૧ વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી.