પીએસઆઇ શ્રી રામ ગોજીયાએ રોના એજન્ટની જેમ મુસ્લિમ પહેરવેશમાં કલકતાથી ત્રણ શાર્પશુટરોને દબોચી લીધા

  • જામનગરના ચકચારી એડવોકેટ કિરીટભાઇ જોષી મર્ડર કેસમાં
  • કલકતાથી પકડાયેલા ત્રણેય શાર્પશુટરોની પુછપરછ પછીની ગણતરીના કલાકોમાં જ લંડનથી મુખ્ય સુત્રધાર જયેશ પટેલની પણ ધરપકડ કરાઇ

અમરેલી,
અમરેલી ફરજ બજાવી ચુકેલા સિંઘમ જેવા પીએસઆઇ શ્રી રામ ગોજીયાએ જામનગરના ચકચારી હત્યા કેસમાં કલકતાના ભરચક મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ પહેરવેશમાં જઇ ત્રણ શાર્પશુટરોની દીલધડક રીતે ધરપકડ કરી હતી અને તેની ધરપકડના ગણતરીના કલાકોમાં જ મુખ્ય સુત્રધાર જામનગરના જયેશ પટેલની લંડથી ધરપકડ કરાઇ છે.
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા નીપજાવવા અંગે ના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ના ત્રણ સાગરિતો ને કલકત્તા માંથી પકડવા માટે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ શ્રી રામ ગોજીયાની ટીમ તેમજ પેરોલ ફર્લો ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, અને સ્થાનિક પોલીસની મદદ વિના બે દિવસ માટે કલકત્તામાં ધામા નાખી મુસ્લિમ વિસ્તારમાં જ મુસ્લિમ નો વેશ ધારણ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જે ઓપરેશન નું નામ ઓપરેશન રેડ હેન્ડ રાખીને ત્રણેય શખ્સોને ઝડપી પાડયા હતા. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ના પી. એસ.આઈ. આર.બી. ગોજીયા તેમજ જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડે ટીમના પી.એસ.આઇ.એ. એસ.ગરચર ઉપરાંત એલસીબી અને પેરોલ ફર્લો ની ટીમે સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખ્યું હતું,અને ઓપરેશન નું નામ રેડ હેન્ડ’ રાખવામાં આવ્યું હતું. જે હેઠળ તમામ ટુકડીએ કલકત્તામાં ચોક્કસ બાતમીના આધારે મુસ્લિમ વિસ્તારમાં ધામા નાખ્યા હતા, અને મુસ્લિમ નો વેશ ધારણ કરી ઊંડાણપૂર્વકની તપાસના અંતે ત્રણેય આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર, અને જયંત ગઢવી ને પકડી પાડયા હતા. અને ત્રણેને જામનગર લઈ આવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ હાર્દિકના સગડ મળ્યા હતા. જેને લઈને એક પણ મિનીટનો વિચાર કર્યા વગર પીએસઆઈ ગોજીયા ટીમ સાથે પહોચી ગયા હાર્દિક પાસે અને કહ્યું, મિયા, આપ આ રહેહો હમારે સાથ યા ઉઠાલે જાયે.? ત્યાં જ અન્ય બંને આરોપીઓ પણ સામે આવી ગયા હતા અને પોલીસની ટીમે ત્રણેયને દબોચી લીધા હતા.