પીજીવીસીએલમાં 17 જેટલા ડે. ઇજનેરની બદલીઓ

અમરેલી, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાકી રહેતા ખેતીવાડીના વિજ જોડાણો ઝડપી આપવા માટે 17 જેટલા ડે. ઇજનેરોને ખાસ આ કામગીરી સોપવામાં આપી હતી. અને આ કામગીરી પુર્ણ થઇ જતા આ તમામ ઇજનેરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમરેલી શહેરના બે ઇજનેરોની પણ બદલીમાં સમાવેશ થાય છે.
અમરેલી, જુનાગઢ, બોટાદ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાકી રહેતા ખેતીવાડીના વિજ જોડાણો ઝડપી આપવા માટે પીજીવીસીએલના એમ.ડી. દ્વારા આ કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે વિવિધ વિજ વર્તુળ કચેરીના 17 જેટલા ડે. ઇજનેરોને ખાસ આ કામીગીર માટે મુકવામાં આવ્યા હતા. જે અંતર્ગત અમરેલી વિજ વર્તુળ કચેરીમાં જે ખેતીવાડીના વિજ જોડાણો આપવાના હતા તેની કામગીરી સમય મર્યાદામાં પુરી થઇ જતા બે જેટલા ડે. ઇજનેરોની અન્ય સર્કલમાં બદલીઓ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ માં 17 ઇજનેરોને અન્ય વિજ વર્તુળ કચેરીમાં મુકવામાં આવ્યા છે.