પીપાવાવથી સુરેન્દ્રનગર ટ્રેન ઇલેક્ટ્રીસીટીથી દોડાવવાનું કાર્ય પુર્ણતાનાં આરે પહોંચ્યું

રાજુલા,
રેલ્વે વિભાગ તરફથી સુરેન્દ્રનગરથી પીપાવાવ રેલ્વે શરૂ વર્ષોથી શરૂ છે પણ પેસેન્જર ટ્રેનણી સુવીધા જૂજ છે. પંરતુ ગુડઝ હેરાફેરી શરૂ હોય રોજ પંદર થી વિસ વખત પસાર થાય છે. ઇંધણ બચાવવા માટે ઇલેક્ટ્રીક ટ્રેનનું શરૂ થયેલ કામ પુર્ણતાનાં આરે હોય તેનાં ટેસ્ટ થતાં દેખાઇ રહ્યાં છે.
પીપાવાવથી પેસેન્જર ટ્રેન સૂવીધા આપવામાં આવે તો મહૂવા, સોમનાથ દિવ પર્યટન ક્ષેત્ર ખૂબ લાભકારી સાબિત થશે માલવાહક પરીવહનથી ફાટકો બંધ રહે છે. વાહન વ્યવહારને અસર છે. અહીં ઉતારૂ ટ્રેન શરૂ થાય તેમ ચેમ્બર રાજૂલા દ્વારા અને પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી.જોશી રાજૂલા દ્વારા પીપાવાવ રેલ્વે પેસેન્જર ટ્રેન સૂવીધા આપવામાં માંગ કરી છે.