પીપાવાવ ડિફેન્સ બીએમએસ માર્ગમાં સિંહની જોખમી લટાર ને કારણે વાહનો પણ થંભી ગયા : સુરક્ષા સામે સવાલો ઉઠ્યા

  • કોસ્ટલ બેલ્ટમાં સિંહોને સાચવવા માટે રાજ્ય સરકારના વનમંત્રી ઉધોગ ગૃહમાં સિંહોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ઉભી નહીં કરે તો સિંહોનો સાવ નાશ થશે

રાજુલા,
સૌરાષ્ટ્ર માં સૌવ થી મોટું સિંહો નું નિવાસસ્થાન અમરેલી જિલ્લા ના ઉધોગ ગૃહ બની રહ્યું છે વનવિભાગ ના વનમંત્રી ગણપત વસાવા એશિયાટિક સિંહો ની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ઉભી નહીં કરે તો સિંહ ના મોત નો સીલસીલો યથાવત રહેશે આ વિસ્તાર માં સિંહો ને રહેવા માટે ખુબ પસંદ આવ્યો છે સિંહો ખુલા માં ડર વગર આંટાફેરા કરી રહ્યા છે અહીં સિંહો ભૂખ્યા તરસીયા રહે છે સિંહો માટે પીવા ના પાણી ના પોઇન્ટ પણ ખાલી ખમ હોવાની સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે જેના કારણે કાળઝાળ ગરમી માં પાણી પીવા માટે સિંહો રોડ પર શ્વાન ની જેમ ભટકી રહ્યા છે વધુ 1 વિડીયો સિંહ નો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે પીપાવાવ ડિફેન્સ બી.એમ.એસ. રોડ હાઇવે વાહનો થી ધમધમતા માર્ગે પર સિંહો ભટકી રહ્યા છે અકસ્માત નો ખતરો પણ તોડાય રહ્યો છે તાજેતર માં 2 અકસ્માત માં 2 સિંહો ના મોત થયા છે 1 રેલવે ટ્રેક પર સિંહ નું ગુડ્સ ટ્રેઈન હડફેટે મોત થયું તો બીજું પીપાવાવ ના ઉત્સવ પાર્કિંગ માં ટ્રેલર હડફેટે મોત થયું હતું ત્યાર બાદ ફરી એજ વિસ્તાર થી અડધો કિમિ દૂર સિંહ રોડ પર આવી ગયો અને સામે ટ્રક ચાલાક ઉભો રહી ગયો તો બાઈક ચાલક સહીત વાહનો ઉભા રહી ગયા હતા અહીં ઓચિંતા સિંહો રોડ પર દોટ મૂકે છે અને સિંહો ના અકસ્માત થતા થતા અટકી જાય છે ત્યારે વનિવભાગ અને રાજ્ય ની સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી છે રાજુલા કોસ્ટલ બેલ્ટ ઉધોગ ગૃહ માટે ખાસ વનવિભાગ અલગ થી 1 ટિમ ની નિમણુંક કરે નહીંતર સિંહો ના મોત હજુ વધુ થશે તે હકીકત છે સિંહો આ વિસ્તાર માં ગલી ગલી એ અને ગામડે ગામડે શ્વાન ની જેમ જ ભટકી રહ્યા છે.