પીપાવાવ પોર્ટ પર સૌ પ્રથમ વેરી લાર્જ ગેસ કેરિયર એમટી જેગ વિરાટ લાંગ્યું

પિપાવાવ,

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ) પર આ મહિનાના પ્રારંભમાં એમટી જેગ વિરાટ પ્રથમ વાર લાંગર્યું હતું. આ સાથે પોર્ટે વેરી લાર્જ ગેસ કેરિયર કામગીરી શરૂ કરીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીની માલિકીનું એમટી જેગ વિરાટ વીએલજીસી જહાજ છે, જે 23 મીટર લંબાઈ, 37 મીટર બીમ, 8.2 મીટર એરાઇવલ ડ્રાફ્ટ અને 47,260 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે.વીએલજીસી જહાજ એમટી જેગ વિરાટે રૂવૈસાસ, એડીએનઓસી રિફાઇનરી જેટ્ટીથી કાર્ગો લોડ કર્યો હતો અને પોર્ટ પિપાવાવ ખાતે 21,907 મેટ્રિક ટન પાર્સલ ડિસ્ચાર્જ કર્યું હતું. આ માલ ત્રણ જાહેર એકમો- ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને સપ્લાય કરવા માટે હતો. ભારતમાં અગાઉ એલપીજીની આયાત માટે મિડીયમ ગેસ કેરિયર શિપ્સનો ઉપયોગ થતો હતો પણ હવે વેરી લાર્જ ગેસ કેરિયર જહાજોનો ઉપયોગ થાય છે ત્યારે એપીએમ ટર્મિનિલ્સ પિપાવાવ ખાતે ફન્ય્ભ હેન્ડલિંગ ક્ષમતા ખૂબ મહત્વની બની જાય છે, જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ર્(ંસ્ભજ)તેમની એલપીજી આયાત કાર્યક્ષમ અને સલામત રીતે કરી શકે છે.જહાજ લાંગરવા પ્રસંગે એપીએમ ટર્મનિલ્સ પિપાવાવના એમડી ગિરિશ અગરવાલે જણાવ્યું હતું કે, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ ખાતે પ્રથમ વીએલજીસી જહાજને આવકારતા અમે ગર્વ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કારણે ઘરગથ્થુ ઇંધણ તરીકે એલપીજીનો ઉપયોગ વધી રહ્યો હોવાથી એલપીજીની માંગ વધી રહી છે. આ પગલું અમારા માનવંતા ગ્રાહકોને વિશ્વકક્ષાનું માળખું અ સેવાઓ પૂરી પાડવાની અમારી અમારી અતૂટ પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે.