પીપાવાવ મરીન પીએસઆઇનાં માર્ગદર્શન નીેચે સ્પીડ બોટ દ્વારા ખારવા યુવાનની જાન બચાવી

  • જાળ ખેંચતી વખતે યુવાનને માથામાં બોથડ પદાર્થ લાગી ગયેલો
  • યુવાનને બચાવામાં મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા અને હીરાભાઇ સોલંકીનું ભારે સહયોગ 

જાફરાબાદ,(ફીરોજ પઠાણ)મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા તેમજ માજી સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી ના પ્રયત્નો થી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પી,એસ,આઇ શ્રી તુવેર ની દેખરેખમાં સ્પીડ બોટ દ્વારા ખારવા સમાજના એક યુવાનની જાન બચાવી, કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ,,ગત રાત્રે તા,5/1/21 ના 10-50 ના સમયે ઉકા રામાભાઈ બારૈયા ની માલિકી ની બોટ ” ત્ર્યંબકેશ્વર” GJ – 15 MM 2278 મા જાળ ખેંચતી વખતે કિશન બાબુભાઈ સોલંકી નામના યુવાનને બોથડ પદાર્થ લાગી જવાથી માથાના ભાગે ખુબજ ગંભીર ઈજા થયેલ જેની જાણ બોટ માલીક ને રાત્રે 11-30 આસપાસ વાયરલેસ દ્વારા જાણ થતાં બોટ માલિકે બોટ એસોસિએશન ના પ્રમુખશ્રી કનૈયાલાલ સોલંકી ને જાણ કરી કે મારા એક ખલાસી ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ખુબજ લોહી વહેછે જો સમયસર કિનારે લાવવામાં આવે તો યુવાન ની જાન બચાવી શકાય તેમ છે,આ વાત થતાં કનૈયાલાલે મરીન પોલીસ સ્ટેશન પીપાવાવ ના પી,એસ,આઈ શ્રી તુવેર નો સંપર્ક કરતા જાણવા મળ્યું કે સ્પીડ બોટ મહુવા બાજુ પેટ્રોલીંગમાં છે તેમ છતાં હું કોશિશ કરું છું, ત્યાર બાદ પુર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ ટિંબી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી ચેતનભાઈ શિયાળનો સંપર્ક કરીને જાણ કરી કે જો કોસ્ટગાર્ડ અથવા મરીન પોલીસ ની સ્પીડ બોટ સમયસર પહોંચે તો યુવાન ની જાન બચાવી શકાય તેમ છે , આથી હિરાભાઈ એ કહ્યું કે ઝડપથી પ્રયત્ન કરું છું તમે ચિંતા કરતા નહીં,આમ છતાં કોસ્ટગાર્ડની વ્યવસ્થા માટે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાથે ટેલીફોનીક ચર્ચા કરી તેમણે પણ પોતાના પ્રયત્નો કર્યા અને તમામના પ્રયત્ન ને કારણે પીપાવાવ મરીન પોલીસ ની સ્પીડ બોટ રવાના થઈ , રાત્રે 2-50 વાગ્યા આસપાસ ફીસીગ બોટ માંથી યુવાન ને રેસકયુ કરીને પીપાવાવ લાવવામાં આવ્યો , ત્યાંથી વધુ સારવાર માટે મહુવા અને ત્યાંથી ભાવનગર ખસેડવામાં આવ્યો હાલમાં મળેલ સમાચાર થી જાણવા મળ્યું કે યુવાન હવે ભય મુક્ત છે ,આમ જવાહરલાલ ચાવડા , હિરાભાઈ સોલંકી તેમજ પીપાવાવ મરીન ની,એસ,આઈ શ્રી તુવેર , મરીન પોલીસ સ્ટેશન ના કમાન્ડો દિનેશ ભાઈ ચૌહાણ,દિપસિહ વાળા, મનુભાઈ બારૈયા, મનસુખ, ભાઇ શિયાળ , નરેશભાઈ જેઠવા, તેમજ બોટ કન્ટ્રોલર મોશીનભાઈ, તેમજ ફીરોજભાઈ , ના માછીમાર સમાજ આભાર વ્યક્ત કરેછે કે તમામ ની મહેનતથી યુવાન ની જાન બચાવી શકાય છે,તેમ છતાં દરિયાઈ 108 ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો માછીમારોને દરિયામાં થી બચાવી શકાય તેમ છે, જમીન ઉપર એક્સીડન્ટ કે કોઈ અન્ય બનાવો વખતે નજીક માંથી 108 આવીને ઘણા વ્યક્તિ ની જાન બચાવે છે પરંતુ દરિયામાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી , ફરી યુવાન ની જાન બચાવવા બાબતે કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ દ્વારા આભારની લાગણી વ્યકત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.