પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગામડાઓમાં નવરાત્રી પર્વે સજ્જડ બંદોબસ્ત જાળવતા પીએસઆઇ શ્રી સાકરીયા

  • પોલીસની કામગીરીને અભિનંદન પાઠવતા શ્રી દુલા ભાઈ વાઘ
  • નવરાત્રી પર્વે ગરબા બંધ રખાવી આરતી અને પ્રસાદ સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ પાલન

અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ શ્રી સાકરીયા એ નવરાત્રી પર્વે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તમામ પ્રકારની સૂચનાઓનું પાલન કરાવી ગરબા બંધ રખાયા હતા પરંતુ આરતી અને પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો પૂરી તકેદારી સાથે ચાલુ રખાવી લોકોની લાગણી જીતી લીધી હતી તેમને રાજુલા પંથકના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દુલા ભાઈ વાઘ એ બિરદાવ્યા છે.
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામડાઓ પી.એસ.આઇ શ્રી સાકરિયાની કામગીરીને બિરદાવી રહ્યા છે અને સાકરીયા એ પણ કોરોના ના કાળમાં પોતાની ફરજનું ચુસ્તપણે પાલન કરી લોકોની પણ કાળજી રાખી હતી તેમ શ્રી દુલા ભાઈ વાઘે જણાવ્યું છે.