પીપાવાવ મશીનનાં પ્રોહી. ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પીપાવાવ મરીન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.11193045220385/2022, પ્રોહી. એકટ કલમ 65(એ)(ઇ), 116 (બી) મુજબના ગુનાનો આરોપી છેલ્લા સાત મહિનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.11/04/2023 ના રોજ રાજુલા તાલુકાના વિસળીયા ગામ પાસેથી મજકુર નાસતા ફરતા આરોપી લાલજી મોહનભાઇ ગુજરીયાને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.