પીપાવાવ-સુરેન્દ્રનગર રૂટમાં ઇલે.ટ્રેન શરૂ કરાશે

અમરેલી,ભાવનગર રેલ્વે મંડલમાં સર્વ પ્રથમ ઇલેકટ્રીક ટ્રેન 10 જુન 2020 ના રોજ શરૂ કરવામાં આવી છે ઇલેકટ્રીક ટ્રેનની શરૂઆત કરી એક નવી સિધ્ધી હાંસલ કરી છે આ પહેલી ઇલેકટ્રીક ટ્રેન આ માહોલમાં જરા જુદા પ્રકારની છે કે આ પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ઇલેકટ્રીક લોકોમોટીવ સાથે પુરી ઉંચાઇ વાળા ડબલ ટ્રેક કન્ટેનર ટ્રેનનું સંચાલનની પ્રથમ ઘટના છે આ ઇલેકટ્રીક ટ્રેન ભાવનગર ડીવીઝનનાં સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનમાં 10.35 વાગ્યે પસાર થઇ અને 12.30 વાગ્યે બોટાદ સ્ટેશન પહોંચી હતી આજ સુધી ભાવનગર ડીવીઝન એક માત્ર વિદ્યુતીકરણ વિનાનું ડીવીઝન હતુ જ્યાં તમામ ટ્રેનોને ડીઝલ એન્જીનથી ચલાવવામાં આવતી હતી આ વિદ્યુતીકરણ સાથે ભાવનગર ડીવીઝનના ભારતીય વિદ્યુતીકૃત ડીવીઝનોની કલબમાં પ્રવેશ મેળવી લીધો છે એ ધ્યાને લેવુ જરૂરી છે કે ઇલેકટ્રીક લોકોમોટીવ અધિક ઉર્જા કુશળ પર્યાવરણને અનુકુળ અધિક શક્તિશાળી છે થોડા સમયમાં ઉચી ગતી પ્રાપ્ત કરી શકે છે રેલ્વેના વિદ્યુતીકરણનું કાર્ય સુરેન્દ્રનગર પીપાવાવ માર્ગ પર 265 કીમીને કવર કરે છે ઓકટોબર 2018 માં શરૂ કરવામાં આવેલ જેમાં ધોળા સુધી એટલે કે 120 કીમીનું કાર્ય ફેબ્રુઆરી 2020 માં પુરૂ કરવામાં આવ્યું છે અને સીઆરએસ એ આ ખંડ પર ઇલેકટ્રીક ટ્રેન ચલાવવા માટે મંજુરી પણ આપી દીધી છે. હાલ કોરોના મહામારીને કારણે અમુલ ટેકનીકલ કામો સમયસર પુરા થઇ શકયા નથી એટલે પાછળના 3 મહિનામાં ઇલેકટ્રીક ટ્રેનાનું સંચાલન શરૂ નથી કરી શકાયું વર્તમાન વ્યવસ્થા મુજબ પાલનપુર અને અમદાવાદ પોઇંટથી ઇલેકટ્રીક ટ્રેન મળશે અને ઇલેકટ્રીક લોકોમોટીવ સાથે બોટાદ સ્ટેશન સુધી કામ કરશે બોટાદમાં ઇલેકટ્રીક લોકોમોટીવને અલગ કરાશે અને ડીઝલ લોકોમોટીવની મદદથી ટ્રેન આગળની યાત્રા પુરી કરશે આ રીતે પીપાવાવથી આવી રહેલ ટ્રેનમાં લાગેલ ડીઝલ એન્જીન બોટાદ સ્ટેશન પર અલગ કરાશે તે ઉપરાંત ઇલેકટ્રીક એન્જીન સતત લગાવીને આગળની યાત્રા પુરી કરશે મુખ્ય કચેરી દ્વારા નિર્ધારીત યોજના અને લક્ષ્ય મુજબ પીપાવાવ સુધીની બાકી માર્ગનું વિદ્યુતીકરણ નવેમ્બર 2020 માં પુરૂ થઇ જશે મંડલ રેલ પ્રબંધક ભાવનગરથી પ્રતિક ગોસ્વામીએ પરિયોજનામાં અંગત રસ લઇ આ સિધ્ધી મેળવવા માટે માર્ગદર્શન અને સહાયતા આપી હતી.