પુંછમાં મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ: વધુ એકની ધરપકડ

પુંછ જમ્મુ-કશ્મીરના પુંચ જિલ્લામાં પોલીસે એક મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોએ પાકિસ્તાન-લિક્ધ્ડ આતંકવાદીઓ સાથે સંકળાયેલા ચાર સંદિગ્ધોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી છ ગ્રેનેડ જપ્ત કર્યાં છે. પોલીસે રવિવારે આ કાવતરાનો ખુલાસો કર્યો હતો. આ મામલે પોલીસ વધુ ધરપકડ થાય એવી શક્યતા છે. પુંછના વરિષ્ઠ સુપરિન્ટેન્ડેન્ટ રમેશકુમાર એન્ગ્રલે કહૃાું હતું કે ધરપકડ કરાયેલા સંદિગ્ધો ડિલ્લામાં શાંતિ અને સાંપ્રદાયિક માહોલ બગાડવા માટે પાકિસ્તાની હેન્ડલરના ઇશારે મંદિર પર ગ્રેનેડ હુમલાની યોજના બનાવી રહૃાા હતા.

જમ્મુ-કશ્મીર પોલીસની એસઓજીએ આર્મી સાથે રેમ્બન જિલ્લામાં તપાસ કરતાં સેનાએ ચાઇનીઝ અને પોકિસ્તાની બનાવટની પિસ્તોલ, એક ડઝનથી વધુ ગ્રેનેડ અને આઈઈડી (ટિફિનમાં સાત કિલો) ડિટોનેટર્સ મળી આવ્યા હતા. એસઓડીએ ૪૯ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોની સાથે મળીને બે ભાઈઓ- મુસ્તફા ઇકબાલ અને મુર્તઝા ઇકબાલની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરતાં મુસ્તફાને એક પાકિસ્તાની નંબરથી કોલ આવ્યો હતો.

આ સંદિગ્ધ આતંકવાદીઓની જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને અરી ગામના એક મંદિર પર ગ્રેનેડ ફેંકવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમને એક મોબાઇલ વિડિયો મળ્યો હતો, જેમાં તેમને ગ્રેનેડનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ જણાવવામાં આવ્યું હતું.