પુજારાએ બદલી બેટિંગ સ્ટાઇલ, પ્રેક્ટિસ સેશનમાં ફટકારી સિક્સર, વીડિયો વાયરલ

ધીમી બેટિંગ માટે જાણીતા ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં આવતા જ તેની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષની આઇપીએલ હરાજીમાં ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈમ પર ખરીદ્યો હતો.

અગાઉ ધીમી બેટિંગના કારણે ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં અવગણવામાં આવતો હતો. ચેતેશ્વર પૂજારા આ વખતે અલગ તેવર સાથે આઈપીએલ રમતા જોવા મળી રહૃાો છે, જેની તૈયારી તેણે અત્યારથી જ કરી લીધી છે. ચેન્તેશ્વર પૂજારા ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રેક્ટિસ સેશનમાં સિક્સર ફટકારી રહૃાો હતો.

પૂજારા ૭ વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહૃાો છે. પૂજારાએ છેલ્લે વર્ષ ૨૦૧૪માં આઈપીએલ રમ્યો હતો, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે તેને આઈપીએલમાં પોતાને સાબિત કરવાની સારી તક આપી છે. ચેતેશ્વર પૂજારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે, જેમાં તે છગ્ગા ફટકારતો નજરે પડે છે. આ સમય દરમિયાન, પૂજારા કર્ણ શર્મા અને દીપક ચહર જેવા બોલરોના બોલ પર મોટા શોટ ફટકારી રહૃાો હતો.