પુત્રના લગ્નના નોતરા આપવા નિકળેલા પિતાને બાઢડા પાસે કાળ ભેટી ગયો

આંબરડી,
આંબરડીના દલિત રમેશભાઈ બગડાના પુત્રના ચાર દિવસ પછી લગ્ન છે અને લગ્ન કંકોત્રી વેચીને સાવરકુંડલા થી આંબરડી તરફ આવી રહ્યા હતા ત્યારે બાઢડા નજીક ગૌશાળા પાસે પીપાવાવ અંબાજી હાઈવે ઉપર ખાનગી બસ ઠોકર મારતા ઘટના સ્થળ ઉપર રમેશભાઈ બગડાનું મૃત્યુ થયું હતું તે સમયે જ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ત્યાંથી પસાર થયા અને આ દ્રશ્ય જોતા તાત્કાલિક નીચે આવી પોતા ઓઢેલી સાલ અમૃતદેહ ને ઓઢાડી 108 અને પોલીસને જાણ કરતા 108 તેમજ પોલીસ અધિકારી ડીવાયએસપી હરેશ વોરા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃત દેહને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ પાસે ખસેડવામાં આવ્યો અને અકસ્માત કરેલ લક્ઝરી બસ સામે કાર્યવાહી હાથ ધરી છે